ભ્રષ્ટ્રાચાર રોકવા મૃત્યુદંડ પર વિચારની જરૂર, લોકોને દાન ચોરી કરવામાં શરમ નથી: અલ્હાબાદ હાઇકોર્ટ
ભ્રષ્ટ્રાચાર રોકવા મૃત્યુદંડ પર વિચારની જરૂર, લોકોને દાન ચોરી કરવામાં શરમ નથી: અલ્હાબાદ હાઇકોર્ટ
July 22, 2026 02:20 PM
રામ મંદિરના દાન ચોરી કેસ અને ભ્રષ્ટ્રાચારની સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટે કડક ટિપ્પણીઓ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં ભ્રષ્ટ્રાચાર સામાન્ય બની ગયો છે. કોર્ટે કહ્યું હતું કે રામ મંદિર માટે દાનની ચોરી પણ લોકોને શરમજનક બનાવવામાં નિષ્ફળ રહી છે, જે પ્રમાણિકતાના સૌથી નીચલા સ્તરને દર્શાવે છે. જો સરકાર ખરેખર ભ્રષ્ટ્રાચારને કાબૂમાં લેવા માંગતી હોય તો તેણે કાયદામાં સુધારો કરવા અને ગંભીર કેસોમાં મૃત્યુદંડની પણ જોગવાઈ કરવા વિશે વિચાર કરવો જોઈએ. હમીરપુરના રહેવાસી કૈફુદ્દીન અને અન્ય લોકો દ્રારા બુલડોઝર કાર્યવાહીથી રોક અને રક્ષણ મેળવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ અતુલ શ્રીધરને તેમના ચુકાદામાં આ અવલોકનો કર્યા હતા. આ કેસની સુનાવણી કરતી બેન્ચમાં ન્યાયાધીશ સિદ્ધાર્થાનદં પણ સામેલ હતા, જેમણે કેટલાક મુદ્દાઓ પર અસંમતિ વ્યકત કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પેારેશન અને અન્ય સત્તાવાળાઓના કેટલાક ભ્રષ્ટ્ર અધિકારીઓની મિલીભગતને કારણે ગેરકાયદે બાંધકામો ઉવે છે. અધિકારીઓ લાંચ લે છે અને આખં આડા કાન કરે છે, અને યારે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે સામાન્ય ખરીદદારો તેના પરિણામો ભોગવે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ગેરકાયદે બાંધકામો કરનારા બિલ્ડરોને જ નહીં પરંતુ તેમને રક્ષણ આપનારા ભ્રષ્ટ્ર અધિકારીઓને પણ કાયદા અનુસાર કડક સજા થવી જોઈએ.ભ્રષ્ટ્રાચારને કારણે વધતી જતી અસમાનતાનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે ભ્રષ્ટ્રાચાર થોડા લોકોના હાથમાં ગેરકાયદેસર રીતે સંપત્તિનો સંચય તરફ દોરી રહ્યો છે, જેના કારણે અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. જો આને સમયસર અસરકારક રીતે કાબુમાં લેવામાં નહીં આવે, તો તે ભવિષ્યમાં સામાજિક અશાંતિ અને ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે.