યાત્રાધામ દ્વારકામાં રવિવાર અને પુર્ણિમાના પાવન પર્વ નિમિતે ભગવાન દ્વરાકાધીશના દર્શન કરવા માટે ભકતોની અભુતપુર્વ ભીડ ઉકટી પડી હતી વહેલી સવારથી જ કડકડતી શિયાળાની ઠંડી વચ્ચે હજારો ભાવિકો ગોમતી નદીના પાવન પટે સ્નાન કરવા ઉમટી પડયા હતા ગોમતી સ્નાન અને દ્વારકાધીશ દર્શનના પવિત્ર સંયોગે ભકતોમાં વિશેષ ઉત્સાહ અને શ્રઘ્ઘાનો માહોલ જોવા મળ્યો હતો.
રવિવારે સવારના બ્રહ્મમુહર્તથી ગોમતી ઘાટ પર મોટી સંખ્યામાં ભકતો જોવા મળ્યા હતા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવેલા ભાવિકો ગોમતી નદિમાં પવિત્ર સ્નાન કરી પોતના જીવવને ધન્ય બનાવવાની લાગણી વ્યકત કરી હતી. સ્નાન બાદ ભકતોએ ૫૬ સીડીઓ સ્વર્ગ સમાન ગણાતી પાવન સીડીઓ ચડીને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે મંદિર તરફ પ્રસ્થાન કર્યુ હતુ.
પુર્ણિમાના દિવસે ભગવાન દ્વારકાધીશના વિશેષ પુજા અને મંગલ આરતીના દર્શન માટે મંદિર પરીષરમાં ભારે ભીડ જોવા મળી હતી હરી નામના ગુંજન ભકિતભાવથી ભરેલા નાદ અને જય દ્વારકાધીશના નારા સાથે સમગ્ર દ્વારકા નગરી ભકિતમય બની ગઇ હતી વિવિધ રાજયો ઉપરંાત વિદેશથી આવેલા શ્રઘ્ધાળુઓએ પણ પુર્ણિમાના પર્વે દ્વારકાધીશના દર્શન કરી આઘ્યાત્મિક શાંતીનો અનુભવ કર્યો હતો અનેક ભકતોએ પરીવાર સાથે આવીને ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી સુખ સમૃદ્ધિ અને કલ્યાણની કામના કરી હતી.
ભીડને ઘ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ પોલીસ પ્રશાસન તથા સ્વંયમ સેવકો દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી તેમજ ભકતોને સુવ્યવસ્થિત દર્શન મળી રહે તે માટે કતાર વ્યવસ્થા અમલમાં મુકાઇ હતી કોઇ અનીચ્છનીય ઘટના વગર દર્શન વ્યવસ્થા સુચારુ રીતે સંપન થઇ હતી.