આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જેતપુર–જૂનાગઢ રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીક ગત તા.૧૦ના કારે બાઈકને ઠોકરે લેતા બાઈક ચાલક નવાગઢના વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે.બનાવની પ્રા વિગત મુજબ જેતપુરના નવાગઢમાં રહેતા બાબુભાઈ કડવાભાઈ સાવલીયા (ઉ.વ. ૭૩)ના વૃધ્ધ ગત તા.૧૦ માર્ચના મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે જેતપુર – જૂનાગઢ રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીક પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા વૃધ્ધ બાઈક સમેત રોડ પર પટકાતા માથા અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ અને ત્યાંની સંજીવની હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ બાદ અંતે સિવિલમાં ખસેડાતા ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર સીટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. બનાવના પગલે અકસ્માત સર્જી નાશી છૂટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામે પીવાના પાણી માટે વલખા: નળ સે જળ યોજના માત્ર કાગળ પર?
એક વર્ષમાં ભારતમાં 2 લાખ નવી કંપની ખુલીઃ સ્ટાર્ટઅપમાં 52 ટકાનો ઉછાળો
જામનગર શહેરમાં મહેસૂલી તલાટીઓની ફરજ અને કામગીરી માટે નવું સમયપત્રક જાહેર
વરસાદી ઝાપટાં શરૂ થતા આગામી દિવસોમાં મેઘમહેરની આશા જાગી
ઈરાન હવે લાંબુ ટકી શકશે નહીં, મધ્યસત્ર ચૂંટણી પછી તુરંત યુદ્ધનો અંતઃ ટ્રમ્પ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech