ગોંડલના મોવિયા ગામે વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: કારણ અકબંધ
ગોંડલના મોવિયા ગામે વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: કારણ અકબંધ
July 20, 2026 11:39 AM
ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક કણ ઘટના સામે આવી છે. મોવિયા ગામમાં રહેતા ૭૧ વર્ષીય વૃદ્ધે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા પરિવારમાં ભારે આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઈ છે. મળતી વિગતો મુજબ, મોવિયા ગામે કડવા પટેલ સમાજની વાડી પાસે રહેતા સોરઠિયા જયંતીભાઈ હરજીભાઈ (ઉંમર ૭૧) નામના વૃદ્ધે પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. તુરતં જ તેમના પુત્ર કિશોરભાઈ અને અન્ય સભ્યો દ્રારા ગંભીર હાલતમાં તેમને સારવાર માટે ગોંડલની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે દોડાવવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસીને જયંતીભાઈને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલના રિપોર્ટ મુજબ, હોસ્પિટલ પહોંચાડા તે પહેલાં જ તેમનું મૃત્યુ નીપયું હતું. આ આઘાતજનક ઘટનાથી સમગ્ર મોવિયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ આ મામલે પોલીસ દ્રારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે