BREAKING NEWS

નીતિશ કુમાર યુગનો અંત, બિહારને આજે મળશે નવા મુખ્યમંત્રી અને નવી સરકાર

  • April 14, 2026 06:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલી ચર્ચા આજે ૧૪ એપ્રિલે પૂર્ણ થવા જઈ રહી છે. ૨૦ વર્ષના નીતિશ યુગના અતં માટે માત્ર થોડા કલાકો બાકી છે. તેમની છેલ્લી કેબિનેટ બેઠક પછી, સીએમ નીતિશ કુમાર લોકભવન જશે અને મુખ્યમંત્રી તરીકે રાજીનામું સુપરત કરશે, અને પછી બિહારના નવા મુખ્યમંત્રી માટે ગણતરી શ થશે.નીતિશ કુમાર આજે રાજીનામુ
આપતા પહેલા કેટલાક મહત્વપૂર્ણ કાર્યેા પણ પૂર્ણ કરશે. તેઓ સવારે બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરની પ્રતિમાની મુલાકાત લઈને આંબેડકર જયંતીને ધ્યાનમાં રાખીને ફલો અર્પણ કરશે. આ પછી, સચિવાલય જવા રવાના થશે. ત્યાં, નીતિશ કુમાર તેમની છેલ્લી કેબિનેટ બેઠક યોજશે. આ પછી, બપોરે નીતિશ કુમાર લોકભવન પહોંચશે અને રાયપાલ સૈયદ અતા હત્પસૈનને મુખ્યમંત્રી તરીકેનું રાજીનામું સુપરત કરશે. ત્યારબાદ વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં જશે અને ત્યાં સાંજે ૪ વાગ્યાથી એનડીએ વિધાનસભા પક્ષની બેઠકમાં ભાગ લેશે.જેમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવનાર છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application