BREAKING NEWS

રાજકોટમાં વ્યાજના અજગરી ભરડામાં ફસાયેલા કારખાનેદાર-પત્નીનો આપઘાત

  • October 26, 2026 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં અજગરી વ્યાજના ભરડામાં ફસાયેલા કોળી દંપતિએ અટિકા ફાટક નજીક આવેલા લસણના કારખાનામાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે અરેરાટી મચી જવા પામી છે.
રાત્રે ઘરેી કારખાને જવાનું કહી દંપતીએ પગલું ભરી લીધું હતું. રાત્રીના એક વાગ્યે દંપતી ઘરેી કારખાને જતી વખતે રડતા રડતા નીકળતા યુવકના પિતાને શંકા જતા કૌટુંબિકને ફોન કરી જાણ કરી હતી અને બાદમાં પાછળી કારખાને પહોંચતા પુત્ર અને પુત્રવધૂને લટકતી હાલતમાં જોઈ હતપ્રભ બની ગયા હતા.


તાકીદે ૧૦૮ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી દંપતીને મૃત જાહેર કર્યા હતા અને ઘટનાની જાણ ભક્તિનગર પોલીસને કરવામાં આવતા પોલીસ બનાવ સ્ળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. દંપતીએ મોરબીના ગોબર પાસે ધંધા માટે ચાર લાખ વ્યાજે લીધા હતા જેનો દરરોજ ૪૦ હાજર હપ્તો આપવાનો હતો. મુદ્દલ ઉપરાંત વ્યાજની પઠાણી વસુલાત કરતા અંતે દંપતીએ કંટાળી પગલું ભરી લીધાનું સ્વજનોએ જણાવ્યું છે.



બનાવની પ્રાપ્ત વિગત મુજબ રહેતા ગઈ હતી આી તેમણે કૌટુંબિક લક્ષ્મીદાસભાઈને ફોન કરી વાત કરી હતી અને ોડીવારમાં જ બંને કારખાને પહોંચ્યા હતા ત્યાં જઈને બંધ શટર ઉંચુ કરીને જોતા પુત્ર અને પુત્રવધુ લટકતા હતા. દ્રશ્ય જોઈ વૃધ્ધ પિતા હતપ્રભ બની જતા તેની સોના કૌટુંબિકે તાકીદે ૧૦૮ અને અન્ય પરિવારજનોને જાણ કરતા સ્ળ પર પહોંચી બંનેને નીચે ઉતારી લીધા હતા.૧૦૮ના ઇએમટીએ બંનેને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાત સર્જાયો હતોબનાવની જાણ ભક્તિનગર પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હા ધરી હતી.


મૃતક યુવકના પિતાના કહેવા મુજબ દીકરાને ધંધામાં પૈસાની જરૂર હોવાી ત્રણેક મહિના પહેલા મોરબીના ગોબર નામના વ્યક્તિ પાસેી ચાર લાખ વ્યાજે લીધા હતા જેના દરરોજ ૪૦-૪૨ હજાર ચુકવતા હતા. આમ આઠ લાખ ચૂકવી દીધા બાદ પણ બે દિવસી ગોબર ફોન કરી બધા પૈસા એકી સો નહીં આપો તો રોજના ૭૦ હજાર આપવા પડશે તેમ કહી ધમકાવતો હોવાી આ વ્યાજના પૈસાની ચિંતામાં પુત્ર અને પુત્રવધૂએ પગલું ભરી લીધાનો આક્ષેપ કર્યો છે. મૃતક દંપતીને ૧૫ વર્ષનો પુત્ર છે અને રમેશભાઈ બે બહેનના એકના એક ભાઈ હતા. દંપતીના મૃત્યુી કોળી પરિવારમાં શોકની કાલિમા છવાઈ છે. આગળની તપાસ પોલીસે હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application