BREAKING NEWS

ગુજરાત સરકારનું ઓપરેશન ગંગાજળ: વધુ બે ગેસ કેડરના અધિકારીને નોકરીમાંથી પાણીચું

  • October 27, 2026 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં અધિકારીઓની કામગીરી અને સેવાકીય રેકોર્ડની સમીક્ષા હેઠળ વધુ બે ગેસ કેડરના અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના વહીવટી વર્તુળોમાં ફરી ચર્ચા શરૂ થઈ છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ સોસાયટી, ગાંધીનગરમાં જોઇન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા ડી. આઈ. ભગલાણી અને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર જે. એમ. તુવરને ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને અધિકારીઓ ગેસ કેડરના સિનિયર સ્કેલના અધિકારીઓ છે.


રાજ્ય સરકાર દ્વારા 50થી 55 વર્ષની વયજૂથના અધિકારીઓની કામગીરી, સેવાકીય રેકોર્ડ અને વહીવટી કાર્યક્ષમતાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સમીક્ષા પ્રક્રિયાના ભાગરૂપે બંને અધિકારીઓ સામે ફરજિયાત નિવૃત્તિની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.


સરકારી તંત્રમાં અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરીને વહીવટી કાર્યક્ષમતા વધારવાના પ્રયાસોના સંદર્ભમાં આ કાર્યવાહી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આગામી સમયમાં આ પ્રકારની સમીક્ષા હેઠળ અન્ય અધિકારીઓ સામે પણ કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તેના પર વહીવટી વર્તુળોની નજર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News