BREAKING NEWS

સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં પહેલીવાર ઓફલાઇન રાઉન્ડ ન થયો: ૨૯૦૦ બેઠકો ખાલ

  • August 14, 2026 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ ૨૨,૨૧૩ બેઠકો પૈકી ૧૯,૩૪૨ બેઠકો પર જ પ્રવેશ ફાળવણી કરવામાં આવી


ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકિનકલ એયુકેશન દ્રારા ડિપ્લોમા ઇજનેરી સહિતના તમામ ટેકિનકલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ૧૪ ઓગસ્ટ સુધીની મુદત આપવામાં આવી હતી. સામાન્ય રીતે દરવર્ષે કાઉન્સિલ દ્રારા પ્રવેશ પૂર્ણ કરવાની મુદતમાં વધારો કરવામાં આવતો હોય છે. પરંતુ, ચાલુ વર્ષે આ પ્રકારનો વધારો ન થતાં ઇતિહાસમાં પહેલી વખત સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજોની બેઠકો મોટા પ્રમાણમાં ખાલી રહી છે.
પ્રવેશ સમિતિ દ્રારા અત્યાર સુધીમાં પ્રવેશના ત્રણ રાઉન્ડ પૂરા કરી દેવામાં આવ્યા છે. પ્રા માહિતી અનુસાર, ડિપ્લોમા ઇજનેરીમાં સરકારી કોલેજની કુલ ૨૨,૨૧૩ બેઠકો પૈકી ૧૯,૩૪૨ બેઠકો પર જ પ્રવેશ ફાળવણી કરવામાં આવી છે. હાલમાં જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમને ૧૩મી એટલે કે ગત સાંજ સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાની તાકીદ કરવામાં આવી હતી.
આમ, પહેલી વખત ફાળવણી પહેલા જ અંદાજે ૨૯૦૦ બેઠકો ખાલી પડી હતી અને ત્રીજા રાઉન્ડ બાદ પણ આ ખાલી બેઠકોની સંખ્યા યથાવત રહી છે.
નિયમ પ્રમાણે સરકારી કોલેજની બેઠકો ખાલી હોય અને પ્રવેશ પૂર્ણ કરવાની મુદત બાકી હોય ત્યારે સમિતિ દ્રારા ઓફલાઇન રાઉન્ડ કરીને બાકી રહેલા વિધાર્થીઓને સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવાની તક આપવામાં આવતી હોય છે.
પરંતુ, ચાલુ વર્ષે પ્રવેશ સમિતિ દ્રારા મુદતમાં વધારો ન કરાતા અને સમયમર્યાદા પૂરી થતાં પ્રવેશ સમિતિ દ્રારા ઓફલાઇન રાઉન્ડ યોજી શકાયો નથી. જેના કારણે સરકારી કોલેજોમાં અંદાજે ૩ હજાર જેટલી બેઠકો ખાલી હોવા છતાં વિધાર્થીઓને ઓફર કરી શકાશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કાઉન્સિલ દ્રારા પ્રવેશની મુદતમાં આગામી સમયમાં કોઈ રાહત કે વધારો જાહેર કરવામાં આવે તો જ નવેસરથી ઓફલાઇન રાઉન્ડ કરવાની તૈયારી પ્રવેશ સમિતિ દ્રારા રાખવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન થવાના કારણે ચાલુ તબક્કે પ્રવેશ પ્રક્રિયા આખરી રીતે પૂર્ણ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.
સામાન્ય સંજોગોમાં ડિપ્લોમા કે ડિગ્રી ઇજનેરીમાં સરકારી બેઠકો માટે ઓફલાઇન રાઉન્ડ યોજવામાં આવે તો મોટાભાગની બેઠકો ભરાઈ જતી હોય છે અને વિધાર્થીઓને પ્રવેશનો લાભ મળતો હોય છે. પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષે ૩ હજાર જેટલી બેઠકો ન છૂટકે ખાલી જ રાખવાની નોબત આવી છે, જેને લઈને વિધાર્થીઓમાં અને વાલીઓમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. શિક્ષણ જગતમાં આ ઘટનાને એક સીમાચિ઼પ ગણવામાં આવી રહી છે કારણ કે સરકારી કોલેજોમાં બેઠકો ખાલી રહેવાની આ ઘટના અભૂતપૂર્વ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application