જુનાગઢ જિલ્લ ાના વિસાવદરમાં પેટા ચૂંટણી સંદર્ભે પોલીસે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધર્યું હતું. એલ સી બી એ વડાલ ગામ થી ભેસાણ ચોકડી તરફ આવતા ટ્રકને જુના જકાતનાકા પાસે રોક્યો હતો અને તલાસી લેતા ટ્રકમાંથી 60.36 લાખની કિંમતના આ વિદેશી દારૂની 19920 બોટલ મળી આવી હતી. પોલીસે હરિયાણાના ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધો હતો અને 75.45 લાખનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા બે શખ્સો ના નામ ખુલ્યા હતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ એસ.પી સુબોધ ઓડોદરાના માર્ગદર્શન નીચે એલસીબી પીઆઇ પટેલ પીએસઆઇ સરવૈયા સહિતની ટીમે ભેસાણ ચોકડી પાસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને જુના જકાતનાકા પાસે નીકળેલા ટ્રક નંબર જીજે15 વાય વાય 6416ની તલાસી લેતા તેમાંથી ટ્રકની કેબીન ની અંદર પાછળના ભાગે સીટ મઢાવેલી હતી અને જે સીટ હટાવી તપાસ કરતા એક પતરું મારેલ હતું અને તેને ખોલવામાં આવતા પતરું હટાવતા જ બોગીમાં જવાનો રસ્તો નીકળ્યો હતો અને તેમાં તપાસ દરમિયાન 19920 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે ટ્રક ડ્રાઇવર અનિલ કુમાર મહેન્દ્રસિગ મોતીરામ જાટને ઝડપી લીધો હતો. પોલીસે ટ્રક મોબાઈલ ફોન અને 7100ની રોકડ મળી કુલ 75.45 લાખનો વિદેશી દારૂ ઝડપી પૂછપરછ કરતા મને તથા વેરાવળ થી દારૂ મગાવનાર એક ઈસમ બેના નામ ખુલતા પોલીસે બંને શખ્સોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમવડી ચોકડી નજીક બાપા સીતારામની મઢુલી અને ભીમનગરમાં માતાજીની ડેરીનું મધરાતે ડિમોલિશન
June 18, 2025 03:26 PMમાદક પદાર્થની હેરફેરમાં ઝડપાયેલા પેડક રોડ પર રહેતા શખસની પાસા હેઠળ અટકાયત
June 18, 2025 03:23 PMસાસણગીર રેલવે ટ્રેક ઉપર સિંહણને જોઇ જતા લોકો પાયલોટે ટ્રેનને બ્રેક મારી દીધી
June 18, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech