BREAKING NEWS

સરકારી નોકરી માંગતા હોવ તો તૈયાર થઈ જાવ, ગુજરાતમાં GSSSBએ 5,370 જગ્યા પર ભરતીની કરી જાહેરાત, આ તારીખથી અરજી કરી શકશો

  • February 04, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ક્લા-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) પદો માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5,370થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવનાર છે, જેને રાજ્યના યુવાઓ માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક તરીકે જોવામાં આવી રહી છે.


આ લિંક પર ઓનલાઈન અરજી કરો

જાહેરાત મુજબ, આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 5 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને તારીખ 20 ફેબ્રુઆરી 2026 સુધી ચાલુ રહેશે. ઉમેદવારોએ તેમની અરજી માત્ર OJAS પોર્ટલ (https://ojas.gujarat.gov.in) મારફતે જ કરવી પડશે. અન્ય કોઈ પણ રીતે કરેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.​​​​​​​


આ ભરતીમાં ગ્રુપ-A હેઠળ કુલ 2,365 જગ્યાઓ ઉપલબ્ધ

આ ભરતીમાં ગ્રુપ-A હેઠળ કુલ 2,365 જગ્યાઓ ઉપલબ્ધ છે. તેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના મહત્વપૂર્ણ પદોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ-B હેઠળ 3,005 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે જુનિયર ક્લાર્કના પદો સામેલ છે. બંને ગ્રુપ માટે ભરતી પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આધારિત રહેશે. GSSSB દ્વારા લેવામાં આવનારી આ સંયુક્ત પરીક્ષા દ્વારા ઉમેદવારોની સામાન્ય જ્ઞાન, તર્કશક્તિ, ભાષાકૌશલ્ય તથા વહીવટી ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ, ગુણવત્તા યાદી (Merit List) તથા પસંદગી પ્રક્રિયા અંગેની વિગતવાર માહિતી અધિકૃત જાહેરાતમાં આપવામાં આવી છે.


વધુ માહિતી માટે આ લિંક પર જાઓ

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, આરક્ષણની જોગવાઈઓ, ફી ભરવાની વિગતો તથા અન્ય નિયમો અંગે જાણકારી મેળવવા માટે ઉમેદવારોને GSSSBની અધિકૃત વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર જાહેરાત વાંચવાની સલાહ આપવામાં આવી છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સમગ્ર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચવા જણાવવામાં આવ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની ભૂલ અથવા ચૂક ટાળી શકાય.


આ ભરતી એક સુવર્ણ અવસર સાબિત થઈ શકે 

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સ્થિર અને પ્રતિષ્ઠિત નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા યુવાઓ માટે આ ભરતી એક સુવર્ણ અવસર સાબિત થઈ શકે છે. તેથી પાત્ર ઉમેદવારોને સમયમર્યાદામાં અરજી કરવાની અને પરીક્ષાની તૈયારી શરૂ કરવાની અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News