BREAKING NEWS

ગોંડલ નગરપાલિકામાં દર સોમવારે ગણેશનો લોકદરબાર

  • August 04, 2026 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પ્રતિનિધિ યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા દર સોમવારે નગરપાલિકા કચેરીએ સવારે અગીયારથી બપોરના બે દરમિયાન લોકપ્રશ્નો સાંભળી સ્થળ પર નિકાલ કરતા હોય દર સોમવારે નગરપાલિકા કચેરી ખાતે અરજદારોનો જમાવડો જામે છે. દર સોમવારે અંદાજે વિવિધ વિસ્તારોમાંથી ૭૦થી વધુ લોકપ્રશ્નો મળી રહ્યા છે. જેનો તુરતં નિકાલ થઇ રહ્યો છે. નગરપાલિકાની વિવિધ બ્રાંચોની સેવા ખુબ સરળ રીતે લોકોને મળી રહે તે હેતુથી ગણેશભાઈ દ્રારા સોમવારનાં લોકદરબારનું આયોજન કરાયુ છે. જે સફળ બન્યુ છે.
ગણેશભાઈ જાડેજાએ જણાવ્યું કે લાઇટ,પાણી,ગટર,સફાઈના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે અને પાલીકાની વિવિધ સેવાઓ લોકો સુધી પંહોચતી રહે એ અમારી પ્રાથમિકતા છે. પ્રજા સાથે કાયમી સંકલન જળવાઈ રહે તેવો અમારો પ્રયાસ છે.
ગણેશભાઈના લોકદરબારમાં ખાસ કરીને વૃધ્ધાઓ, મહીલાઓ અરજદાર તરીકે વધુ નજરે પડતા હોય છે.
ઉલ્લ ેખનીય કે ગોંડલ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના લોકપ્રશ્નો માટે ગણેશભાઈ નવા માર્કેટયાર્ડ ખાતે મંગળવારથી શનિવાર સવારે અરજદારોને મળી તેમની રજુઆતોનો હલ કરી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application