રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, એસપી હિમકર સિંહ દ્વારા મિલકત સંબંધી ગુનાઓમાં તાત્કાલીક ગુના નોંધી આરોપીને શોધી કાઢી મુદામાલ રિકવર કરવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.આર.ગોહિલ તથા તેમની ટીમ ગઈતા.૦૯ ના મોડી રાત્રીના ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના ખટારા સ્ટેન્ડ પાસે પાર્કે કરેલ ટ્રકમાંથી બે બેટરીઓ કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયા હોય જે અંગેની ફરીયાદ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.આ બનાવને લઇ સઘન તપાસ શરૂ કરી હતી.
દરમિયાન હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ ભાવેશ સાસીયા તથા ક્રિપાલસિંહ ઝાલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોરી થયેલ બેટરીઓ તથા અન્ય બે બેટરીઓ સાથે રમઝાન ઉર્ફે મૌસીન હુશેન બ્લોચ (રહે.ગોંડલ આવાસ યોજના ક્વાટર નં.ઇ.૫) અને વિજય સંદીપ મેણીયા (રહે.હાલ ગોંડલ વોરાકોટડા રોડ) ને પકડી પાડી આરોપી પાસેથી અલગ અલગ કંપનીની બેટરીઓ નંગ-૪ રૂ.૨૦ હજાર અને એક ઓટો રીક્ષા મળી કુલ રૂ.૬૦ હજારનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, બંને આરોપીઓએ સાથે મળીને 15 દિવસ પહેલા સડક પીપળીયા ગામ પાસે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર રોડની સાઈડમાં રાત્રિના સમયે પાર્ક કરે ટ્રકમાંથી એક બેટરીની ચોરી કરેલ તેમજ આ બેલડીએ અઠવાડિયા અગાઉ શક્તિમાન કારખાના પાસે જેતપુર હાઇવે રોડની સાઈડમાં પાર્ક કરેલ ટ્રકમાંથી એક બેટરીની ચોરી કર્યાની કબુલાત આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ: ખેડૂતોમાં આનંદ
June 16, 2025 05:27 PMજીઆઇડીસી વિસ્તારમાં બાકી રહેલો ટેક્સ ઉઘરાવવા મહાનગરપાલિકાની ટીમના ધામા
June 16, 2025 05:20 PMજામનગરમાં એક માત્ર એમ્યુઝમેન્ટ પાર્કમાં ફુવારાના પાણીમાં પારાવાર ગંદકી...
June 16, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech