ગોવિંદાની પત્ની છું, પૈસાની કોઈ કમી નથી: સુનિતાએ બિગ બોસની ઓફર ઠુકરાવી રોકડું પરખાવ્યું

  • June 18, 2025 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુનિતા આહુજા અને ગોવિંદા ઘણા સમયથી તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. જોકે, એ પછી સુનિતાએ આ બધા અહેવાલોને નકારી કાઢીને ખોટા ગણાવતા કહ્યું કે, 'હું ગોવિંદાથી ખુશ છું અને અમે છૂટાછેડા નથી લઈ રહ્યા.'હવે એવામાં અહેવાલ સામે આવ્યા છે કે સુનિતા સ્પષ્ટવક્તા હોવાથી તેને સલમાન ખાનના શૉ બિગ બોસ તરફથી પણ ઓફર મળી છે, પણ તેણે આ ઓફર ઠુકરાવી દીધી છે.

એક ઇન્ટરવ્યૂમાં સુનિતાને પૂછવામાં આવ્યું હતું કે, 'લોકો તમને ખૂબ પસંદ કરે છે, તો શું તમને કોઈ રિયાલિટી શૉ માટે કોઈ ઓફર મળી છે?' આના પર સુનિતાએ જવાબ આપ્યો કે, 'મને બિગ બોસ માટે ઓફર મળી હતી, પરંતુ મે તેને નકારી કાઢી. જો કે, તેઓએ એમ પણ કહ્યું હતું કે જો તમે આ શૉનો ભાગ બનો છો તો તમારું વ્યક્તિત્વ લોકોની સામે બહાર આવશે.'

સુનિતાએ બિગ બોસનો ભાગ ન બનવાનું કારણ જણાવતા કહ્યું, 'હું તે શૉમાં નથી જઈ રહી, ત્યાં જઈને બાથરૂમ કોણ સાફ કરે? એ મારું કામ નહીં, મને પૈસાની એટલી લાલચ નથી કે હું બિગ બોસ જઉં. ત્યાં મારે કોઈ સાથે નહીં બને એવામાં મારે મારું ગૌરવ જાળવવું અઘરું બની રહે.'

વધુમાં સુનિતાએ કહ્યું કે, 'જો કોઈ ડાન્સ કે ટોક શૉ હોય તો તેનો ભાગ જરૂર બની શકું, કે જ્યાં મને જજ કે હોસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવે. તો હું ચોક્કસ જઈશ, હું દરેક પ્રકારના શૉ માટે તૈયાર છું. જો કે એ માટે હું ક્યારેય કોઈનો સંપર્ક કરતી નથી, જો મારા નસીબમાં હશે તો લોકો મારી પાસે આવશે. હું સ્ટ્રગલર નથી, હું ગોવિંદાની પત્ની છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application