BREAKING NEWS

મોરબી નજીક કારની ઠોકરે સ્કૂટર ચડી જતાં વાંકાનેરની ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત

  • November 19, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મોરબીના લાલપર નજીક પુરપાટ ઝડપે આવતી કારે પ્લેઝરને ઠોકર મારતા ચાલક વાંકાનેરની યુવતિને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. યુવતી ગ્રાફિક ડિઝાઇનીંગનું નામ કરતી હતી નોકરી જતી વખતે અકસ્માત નડ્યો હતો. બનાવના પગલે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.


વાંકાનેરમાં ત્રિલોકધામ ભાટિયા સોસાયટીમાં રહેતી હીતીક્ષાબેન પરિક્ષિતભાઈ શુક્લા (ઉ.વ.19)ની યુવતી ગત તા 12 ના રોજ પ્લેઝર સ્કૂટર હંકારી જઈ રહી હતી ત્યારે લાલપર નજીક પુરપાર ઝડપે આવતી કારે સ્કૂટરને ઠોકર મારતા યુવતી રોડ પર ફંગોળાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા રાહદારીઓ સહિતના દોડી આવ્યા હતા અને તાકીદે 108 મારફતે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું ગત રાત્રીના ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. મૃતક બે બહેનમાં મોટી હતી.

અને ગ્રાફિક ડિઝાઈનર હોવાથી નોકરી કરતી હતી. તા.12ના સ્કૂટર લઇ નોકરી જતી વખતે બનાવ બન્યો હતો. વાંકાનેર સીટી એ ડિવિઝન પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application