BREAKING NEWS

દાણાપીઠમાં જલારામ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાનના તાળા તોડી ચોરી

  • January 08, 2026 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર અજંતા પાર્કમાં રહેતા તેમજ દાણાપીઠમાં સ્વામિનારાયણ શેરીમાં જલારામ ટ્રેડર્સ નામે અનાજ કરિયાણાની દુકાન ધરાવતા વેપારીની બંધ દુકાન ના તાળા તોડી અજાણ્યા શખશો ગોળ ખજૂર રોકડ સહિત 28.200 ની માતા ચોરીકરી લઈ ગયાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટની દાણાપીઠમાં આવેલ નારાયણ શેરી માં જલારામ ટ્રેડર્સ નામની અનાજ કરિયાણાની દુકાન ધરાવતા રવિભાઇ હર્ષદભાઈ કોટક ઉ.વ. ૩૪ રહે.અજંતાપાર્ક શેરી નં-૦૩ સાધુવાસવાણી રોડ વાળાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


ફરીયાદમાં જણાવ્યા મુજબ દાણાપીઠ સ્વામી નરાયણ શેરી પુનમ ટ્રેડીંગની સામે જલારામ ટ્રેડસ નામની અનાજ કરીયાણની દુકાન આવેલ છે. ત્યાં વેપાર કરી ઘર પરીવારનું ગુજરાન ચલાવતા હોવાનું અને ગત ૩/૧/૨૬ના રોજ રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ પોતાની અનાજ કરીયાણાની દુકાન બંધ કરીને મારા ઘરે જતા રહેલ હતા.


ત્યાર બાદ બીજા દિવસે રવીવાર હોય જેથી દુકાને આવેલ નહી અને ત્યારબાદ ૫/૦૧/૨૦૨૬ સવારના અગીયારેક વાગ્યે વેપારી દુકાને આવેલ અને જોયુ તો દુકાનનું તાળુ તુટેલ હાલતમાં જોવામાં આવેલ અને દુકાન નું શટર બંધ હાલતમાં હોય જેથી શટર ઉચુ કરીને દુકાન ખોલતા દુકાનની અંદર રાખેલ અનાજ કરીયાણાને લગતો સમાન વેર વીખેર હાલતમાં પડેલ જોવામાં આવેલ હતું.


જેથી દુકાન અંદર તપાસ કર તા દુકાનની અંદરથી ચેક કરતા સંતકુપા કંપનીના ગોળના કારટૂન નંગ-૧૭ જેની કી.રૂ.૧૬, ૮૩૦, છુટક ખજુર આશરે ૧૦ કિલો જેની કી.રૂ.૧,૫૦૦, તથા દુકાન અંદર રાખેલ વેપાર ના રોકડ રૂ.૯૮૭૦, મળી કુલ ૨૮,૨૦૦નો મુદામાલ જોવામા આવેલ નહી. જેથી પોલીસ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ એસ આર ચાવડા ચલાવી રહ્યા છે તેમજ અજાણ્યા તસ્કરને ઝડપી લેવા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા તપાસનો દોર આગળ વધાર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application