ગુજરાત મોટર વાહન વિભાગમાં મોટો ફેરફાર: 359 સહાયક મોટર વાહન નિરીક્ષકોની બદલીના આદેશ જાહેર
ગુજરાત મોટર વાહન વિભાગમાં મોટો ફેરફાર: 359 સહાયક મોટર વાહન નિરીક્ષકોની બદલીના આદેશ જાહેર
November 07, 2026 08:12 PM
રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન વિભાગમાં એક સાથે મોટા પાયે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. મોટર વાહન વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-3 ના કુલ 359 સહાયક મોટર વાહન નિરીક્ષકો (અસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઈન્સ્પેક્ટર્સ) ની એક સ્થળેથી બીજા સ્થળે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી સરળતા અને સુચારૂ સંચાલન માટે આ બદલીના હુકમો તાત્કાલિક અસરથી અમલી બનાવવામાં આવ્યા છે.
આ આદેશો હેઠળ વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે. જે પૈકી કેટલાક મુખ્ય ફેરફારો નીચે મુજબ છે:
ભગત વુષાંક આશિષ: રાજકોટથી બદલી કરીને સુરેન્દ્રનગર ખાતે નિમણૂક આપવામાં આવી છે.
ઝાલા વિજયસિંહ દિલાવરસિંહ: વ્યારાથી બદલી કરીને રાજકોટ ખાતે નવી નિમણૂક કરાઈ છે.
ચૌધરી જયદિપકુમાર શંકરભાઇ: રાજકોટથી બદલી કરીને પાટણ ખાતે મૂકવામાં આવ્યા છે.
કામળીયા માયાભાઇ બાબાભાઇ: હિંમતનગરથી બદલી કરીને રાજકોટ ખાતે નિમણૂક કરવામાં આવી છે.
જુઓ લીસ્ટ
સરકારના આ નિર્ણયથી વાહનવ્યવહાર વિભાગની કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તમામ નિયુક્ત અધિકારીઓને વહેલી તકે પોતાના નવા ફરજના સ્થળે હાજર થવા માટે સૂચના આપી દેવામાં આવી છે.