BREAKING NEWS

નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ પોસ્ટપોન

  • August 01, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ આધ્યાત્મિક વિષયો પર આધારિત ફિલ્મોને લઈને પ્રેક્ષકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ શ્રેણીમાં જ નીમ કરોલી બાબાના જીવન અને વારસાથી પ્રેરિત અપકમિંગ ફિલ્મ ‘હનુમાન અંશ’ પણ સતત ચર્ચામાં રહી છે. હવે આ ફિલ્મની વાટ જોઈ રહેલા ફેન્સ માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મેકર્સે છેલ્લી ઘડીએ આ ફિલ્મની રિલીઝ ડેટ બદલી નાખી છે અને નવી તારીખની જાહેરાત કરી દીધી છે.

પહેલાં આ ફિલ્મ ૩૧ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે એક અઠવાડિયા પછી મોટા પડદા પર આવશે. નવી રિલીઝ ડેટ અનુસાર, ‘હનુમાન અંશ’ હવે ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે, રિલીઝ ડેટ લંબાવવા પાછળનું ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું નથી. મેકર્સે નવી રિલીઝ ડેટની સાથે ફિલ્મનું બદલાયેલું ટ્રેલર પણ જાહેર કર્યું છે, જેમાં કેટલાક નાના-મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

‘સ્વંભૂ’ મીડિયા નેટવર્કની આ ફિલ્મનું લેખન અને નિર્દેશન વિશાલ ચતુર્વેદીએ કર્યું છે. આ ફિલ્મમાં શોભિના ડબલ્યુ સત્યા, વિહાન એસ હેગડે, ચંદન આનંદ, પૂર્ણિમા તિવારી, અનિલ કે રસ્તોગી અને ગુલશન પાંડે જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મેકર્સનું કહેવું છે કે આ ફિલ્મ દર્શકોને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ એક ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ પણ આપશે. ૭ ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી આ આધ્યાત્મિક ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે, તે જોવું રસપ્રદ રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application