BREAKING NEWS

હર્ષ સંઘવીને ડેપ્યુટી CM બનાવવામાં આવે તેવી સંભાવના, ગૃહ રાજ્યમંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સોંપાઈ તેવી પણ શક્યતા

  • October 17, 2025 09:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યમાં બીજી વખત નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. નાયબ મુખ્યમંત્રીની સાથોસાથ હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો સોંપાઈ તેવી પણ શક્યતા છે.


કોણ છે હર્ષ સંઘવી

હર્ષ રમેશ સંઘવી (જન્મ ૮ જાન્યુઆરી ૧૯૮૫) હાલમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ગુજરાત વિધાનસભામાં મજૂરા વિધાનસભાનું પ્રતિનિધિત્વ છેલ્લા ૩ સત્રથી કરી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. અત્યાર સુધી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા.


2008માં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રી પદે નિયુક્તિ થઈ હતી. 2010માં ફરી ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રીની જવાબદારી મળી હતી. જેમાં દક્ષિણ ઝોનના પ્રભારી રહ્યા. 2011માં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી. 2013માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોરચામાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તો 2014માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે એમની નિમણૂંક થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application