BREAKING NEWS

હર્ષ સંઘવીએ ગુજરાતના ડેપ્યુટી CM તરીકે શપથ લીધા, સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી બન્યા, જાણો તેમના વિશે બધું જ

  • October 17, 2025 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના નવા મંત્રીમંડળમાં 26 મંત્રીઓ જાહેર કરવામાં આવ્યા છે. આજે ગાંધીનગરમાં મહાત્માં મંદિરમાં તમામ નવા મંત્રીઓની શપથવિધિ સમારોહ ચાલી રહ્યો છે. ત્યારે સ્વ. વિજય રૂપાણીની સરકાર બાદ ફરી નાયબ મુખ્યમંત્રીનું વારાનું પદ રાખવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તેઓની ઉંમર 40 વર્ષ છે. આથી યુવાવયના નાયબ મુખ્યમંત્રી બની ગયા છે. 


હર્ષ સંઘવી કોણ છે?

હર્ષ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985ના રોજ સુરતમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશ કુમાર સંઘવી અને માતાનું નામ દેવેન્દ્રબેન સંઘવી છે. હર્ષ સંઘવીએ 9માં ધોરણ સુધીનો જ અભ્યાસ પૂર્ણ કર્યો છે. હર્ષ સંઘવીએ પ્રાચીબેન સંઘવી સાથે લગ્ન કર્યા છે. જેઓ હાલ ગૃહિણી છે. હર્ષ સંઘવીને સંતાનમાં એક પુત્ર આરૂષ અને પુત્રી નિરવા છે. કોરના દરમિયાન તેમણે લોકોની ખૂબ જ મદદ અને સેવા પણ કરી હતી.


માત્ર 15 વર્ષની ઉંમરે રાજકારણમાં કર્યો હતો પ્રવેશ

હર્ષ સંઘવી માત્રે 15 વર્ષની વયે રાજકારણમાં જોડાયા હતા. ભાજપની યુવા પાંખમાં કામ કરતા સમયે તેઓ યુવા મોરચામાં જોડાયા. હર્ષ સંઘવીએ અનુરાગ ઠાકુર અને પંકજા મુંડે સાથે પણ કામ કર્યું હતું. જે સમયે વર્ષ 2014માં જ્યારે પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડી ત્યારે હર્ષ સંઘવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અને એ જ સમયથી ચર્ચામાં આવેલ હર્ષ સંઘવી પીએમ મોદી અને અમિત શાહના પ્રિય બની ગયા હતા.


વર્ષ 2012માં પહેલી ચૂંટણી જીત્યા

2012માં હર્ષ સંઘવીને ભારતીય જનતા પાર્ટી દ્વારા મજુરા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ ચૂંટણી તેઓ રેકોર્ડ બ્રેક વોટ જીતવામાં સફળ રહ્યા હતા અને તે સમયના સૌથી યુવાન ધારાસભ્ય બન્યા. 2017માં પણ તેમને ટિકિટ મળી હતી. આ સમયે પણ તેઓ ચૂંટણી જીત્યા હતા. આ બાદ તેઓ ગુજરાત સરકારમાં સૌથી યુવા ગૃહમંત્રી બન્યા. હર્ષ સંઘવી દર વર્ષે રોજગાર મેળાનુ આયોજન કરે છે અને આ જ કારણ છે કે તેમને યુવાઓમાં ખૂબ જ લોકપ્રિયતા મળી છે. હર્ષ સંઘવી આદિવાસી અને પછાત વર્ગ સહિત અનેક લોકોની મદદ માટે હંમેશા આગળ રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News