રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ ખાતે તાજેતરમાં નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરની આરોગ્ય સમિતિના ચેરમેન વિલાસ ઢાંકેચાએ આકસ્મિક મુલાકાત લઈ આરોગ્યલક્ષી કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ, દર્દીઓને આપવામાં આવતી સેવાઓ તેમજ સ્ટાફની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કસ્તુરબાધામના મેડિકલ ઓફિસર ડો. રિયાબેન ગીણોયા, ડો. સરોજબેન જેતપરિયા સહિતના આરોગ્યકર્મીઓ સાથે આરોગ્ય સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્રના સ્ટાફ દ્વારા નવનિર્મિત આરોગ્ય કેન્દ્રમાં કેટલીક જરૂરી સાધન-સામગ્રીનો અભાવ હોવા ઉપરાંત અન્ય જરૂરિયાતો અંગે રજૂઆત કરવામાં આવી હતી. સ્ટાફની રજૂઆતને ગંભીરતાથી સાંભળી આરોગ્ય સમિતિ ચેરમેન વિલાસ ઢાંકેચાએ જરૂરી સાધન-સામગ્રી સહિતની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે બાંહેધરી આપી હતી. આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બને અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સેવાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી હતી. પદાધિકારીઓની આકસ્મિક મુલાકાતથી આરોગ્ય કેન્દ્રના સ્ટાફમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને જરૂરી સુવિધાઓ અંગે તંત્રનું ધ્યાન દોરાયું હતું. આ મુલાકાતમાં તાલુકા પંચાયત રાજકોટના સદસ્ય નિશિત ખૂંટ, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુર ઢોલરીયા, કસ્તુરબાધામ ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ ભાવેશ પીઠવા, સરધાર ગ્રામ પંચાયતના સરપંચ પીન્ટુ ઢાંકેચા તથા કસ્તુરબાધામના વિનોદ મેરે હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application