BREAKING NEWS

ફરાળી પેટીસ, ચિપ્સના 77 ધંધાર્થીને ત્યાં આરોગ્યના દરોડા; 98 કિલો વાસી જથ્થાનો નાશ

  • August 14, 2026 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ તેમજ ભેળસેળ અને ગંદકી કરતાં એકમો સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૭૭ પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન કુલ મળી અંદાજિત ૯૮ કિલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન કુલ આઠ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.૧૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ ચાર સેમ્પલ લેવામાં આવ્યા હતા.


• લાલા રઘુવંશી ફરાળી પેટીસ: કોઠારીયા રોડ, ન્યારા પેટ્રોલ પંપ પાસે. માનવ ધર્મ આશ્રમ સામે, સ્થળ પરથી ત્રણ કિલો લોટ નાશ., ત્રણ કિલો ફરાળી ચિપ્સ, નાશ.

• જય જલારામ ફરાળી પેટીસ: માનવ ધર્મ આશ્રમ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ. ૪ કિલો પેટીસ તથા બે કિલો લોટનો નાશ કરેલ.

• જય રામનાથ પેટીસ: ચિપ્સ લક્ષ્મીવાડી મેઈન રોડ, રાજકોટ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તથા બે કિલો પેટીસ તથા એક કિલો લોટનો નાશ કર્યો હતો.

આ ઉપરાંત નીચે મુજબની દુકાનોમાં ફૂડ ચેકીંગ કર્યું હતું.

• શિવ શક્તિ પેટીસ: દેવપરા પાસે, કોઠારીયા રોડ, રાજકોટ.

• ભારત ડેરી ફાર્મ: સોરઠીયા વાડી પાસે, ૮૦ ફુટ રોડ, રાજકોટ.

• વિકાસ ડેરી ફાર્મ, ૮૦ ફુટ રોડ, શેઠ હાઇસ્કુલ સામે,

• ધારેશ્વર ફરસાણ: ભક્તિનગર સર્કલ ૮૦ ફુટ રોડ રાજકોટ

• રાધે ક્રિષ્ના પેટીસ: પુજારા પ્લોટ મિલપરા રોડ રાજકોટ

• ભારત ફરસાણ: લક્ષ્મીવાડી મેઈન રોડ રાજકોટ

• ભારત વિજય ડેરી ફાર્મ: ૮૦ ફૂટ રોડ રાજકોટ

• જય શ્યામ ફરાળી પેટીસ: શ્રી હરિ હોટલ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ.

• શ્રીજી ફરાળી પેટીસ: રણુજા મંદિર થી આગળ, કોઠારીયા રોડ, રાજકોટ.

• જે કે દાળ પકવાન અને ફરાળી પેટીસ: તિરુપતિ ગેટ, કોઠારીયા રોડ, રાજકોટ.


પેશુંમલ ચેલરામ એન્ડ કંપની: પરાબજાર દાણાપીઠ, રાજકોટ પેઢીમાંથી બે સેમ્પલ લેવામાં આવેલ. (૧ )વાસ્તુ બ્રાન્ડ એગમાર્ક ગાયનું ઘી (૨) સુકુન બ્રાન્ડ ગાયનું ઘી


શ્રી ખોડીયાર ડેરી ફાર્મ: યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક પાસે, રાજકોટ. પેઢીમાંથી પનીર (લુઝ) અને શુદ્ધ ઘી (લુઝ)ના સેમ્પલ લીધા.


• ટી-૧ મદ્રાસ કાફે ગોડાઉન: શ્રીરંગ સોસાયટી, સ્પીડવેલ ચોકના નાલા પાસે, રાજકોટ. ખાતેથી ૨૫ કિલો વાસી/અખાધ્ય ખોરાક નાશ કરેલ. હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપી રૂ.પાંચ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

• ટાઈની ટેસલ એન્ટરપ્રાઇઝ (બર્ગર સિંઘ): વેસ્ટ ગેટ, રૈયા ચોક પાસે, ૧૫૦ રીંગરોડ, રાજકોટ. પેઢીમાંથી ૧૮ કિલો એક્સપાયરી થયેલ કભી ભી બર્ગર બનનો નાશ કરેલ તેમજ રૂ.એક હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

• ટ્રીટ્સ એન્ડ ઇટ્સ: વેસ્ટ ગેટ, રૈયા ચોક પાસે, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ. પેઢીમાંથી ૧૫ કિલો વાસી ખોરાકનો નાશ કરેલ.

• જય સોમનાથ ફૂડઝોન: આકાશવાણી ચોક થી જે.કે ચોક, ભગતસિંહ ગાર્ડન રોડ, યુનિ. રોડ, રાજકોટ પેઢીમાંથી બે કિલો એનાલોગ પનીર નો નાશ કરેલ તેમજ હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application