રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા ખાધ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પકડવા માટે ૯૩ પેઢીની તપાસ કરી ૧૧૫ કિલો અખાદ્ય/વાસી/એક્સપયાર્ડ જથ્થાનો નાશ કરાયો હતો જે પૈકી કુલ ૨૨ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટીસ ફટકારી કુલ રૂ.૨૭ હજારનો દંડ વસુલ કરેલ તેમજ સાત ફૂડ સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
નીચે મુજબના ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ફૂડ ચેકીંગ અને સેમ્પલિંગ કર્યું હતું
૧.ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઇનીઝ: ખાદી ગ્રામઉદ્યોગ સામે, બેડી પરા, ભાવનગર રોડ ખાતે ફૂડ ચેકિંગ દરમિયાન પેઢીને હાઇજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારી. સ્થળ ઉપરથી વાસી,પડતર,કાપેલા,બાફેલા શાકભાજી, વાસી મન્ચુરીયન, પડતર સોસ, ચટણી, ગ્રેવી, દાઝ્યું તેલ તથા પડતર લોટ સહિત કુલ મળી બાવન કિલો વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ.૩૦૦૦નો દંડ વસૂલ
૨.વિશ્વા ફૂડ્સ ( ડ્રિઝલ્સ પિઝા) વેસ્ટ ગેટ, રૈયા ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે ચેકીંગ દરમિયાન વાસી કાપેલા શાકભાજી, પડતર લોટ, લેબલ વગરના પેકેટ, કુલ મળી ૨૩ કિલો વાસી જથ્થાનો નાશ કરી નોટિસ ફટકારી તેમજ રૂ.૧૦ હજારનો દંડ વસૂલ
૩. સ્લુરિટ, રોયલ પેલેસ, ગ્રાઉન્ડ ફ્લોર, નેપ્ચ્યુન ટાવર સામે, કાલાવડ રોડ ખાતે ફૂડ ચેકીંગ દરમિયાન ત્યાંથી એક્સપાયર બ્રેડ, કાપેલા શાકભાજી, પડતર-વાસી રાઈસ, નુડલ્સ કુલ મળી ૧૦ કિલો જથ્થાનો નાશ કરી નોટિસ ફટકારી તેમજ રૂ.બે હજારનો દંડ વસુલ
૪.રવિકાંત વિંદ પાણીપુરી વાલા: સાધુવાસવાણી રોડ પાછળ, ટોપલેન્ડ રેસિડેન્સીની બાજુમાં ખાતે ફૂડ ચેકીંગ દરમિયાન ત્યાંથી સડેલા અન બાફેલા વાસી બટેટા, જીવાત વાળો લોટ કુલ મળી ૨૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી પેઢીને નોટિસ ફટકારી રૂ. ૫૦૦નો દંડ વસુલ
૫.નેશનલ ચાઈનીઝ એન્ડ પંજાબી રેસ્ટોરન્ટ: જ્યોતિનગર ચોક, ક્રિસ્ટલ મોલ પાછળ, જ્યોતિનગર મેઇન રોડ ખાતે ફૂડ ચેકીંગ દરમિયાન પેઢીને સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી રૂ.બે હજારનો દંડ વસુલ
૬.રવેચી ટી-પાન એન્ડ કોલ્ડ્રીક્સ નેપ્ચુન ટાવર એલ-૬, લીંબુડીવાડી મેઇન રોડ, કાલાવડ રોડ ખાતે ફૂડ ચેકીંગ દરમિયાન પેઢીને નોટિસ ફટકારી રૂ.૧૦૦૦નો દંડ વસૂલ
૭.આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીક્સ, નેપ્ચ્યુન ટાવર સામે, સુમુખ એપાર્ટમેન્ટ, લીંબુડીવાડી મેઇન રોડ, શોપ નં.૧, કાલાવડ રોડ ખાતે ફૂડ ચેકીંગ દરમિયાન પેઢીને નોટિસ ફટકારી રૂ.૧૦૦૦નો દંડ વસૂલ
૮.અમર પાન એન્ડ કોલ્ડ્રીક્સ, જ્યોતિ કોમ્પ્લેક્સ, જ્યોતિનગર મેઇન રોડ ખાતે ચેકીંગ દરમિયાન પેઢીને નોટિસ ફટકારી રૂ.૫૦૦નો દંડ વસુલ
૯.જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટ: જ્યોતિનગર ચોક, ક્રિસ્ટલમોલ પાછળ, જ્યોતિનગર મેઈન રોડ ખાતે ચેકીંગ દરમિયાન પેઢીને નોટિસ ફટકારી રૂ.૫૦૦નો દંડ વસૂલ
૧૦.ગિફટેડ ડીલાઇટ: સુમુખ એપાર્ટમેન્ટ, શક્તિ -૨, લીંબુડીવાડી મેઇન રોડ, નેપ્ચ્યુન ટાવર સામે, કાલાવડ રોડ ખાતે ફૂડ ચેકીંગ દરમિયાન પેઢીને નોટિસ ફટકારી રૂ.૫૦૦નો દંડ વસૂલ
૧૧.મોગલ કૃપા પ્રોવિઝન સ્ટોર, પારિજાત રોડ, ટોપલેન્ડ રેસિડેન્સી પાસે,આવાસ યોજના સામે પેઢીમાં ચેકીંગ દરમિયાન ફૂડ લાઇસન્સ બાબતે નોટીસ ફટકારી રૂ.૫૦૦નો દંડ વસૂલ
૧૨.તમન્ના જનરલ સ્ટોર: પારિજાત રોડ, ટોપલેન્ડ રેસિડેન્સી પાસે, આવાસ યોજના સામે પેઢીમાં ચેકીંગ દરમિયાન ફૂડ લાઇસન્સ બાબતે નોટીસ ફટકારી રૂ.૫૦૦નો દંડ વસૂલ
૧૩.અંબિકા પ્રોવિઝન સ્ટોર, શ્યામલકુંજ સોસાયટી સામે, સાધુવાસવાણી રોડ પેઢીમાં ફૂડ ચેકીંગ દરમિયાન ફૂડ લાયસન્સ બાબતે નોટીસ ફટકારી રૂ.૫૦૦નો દંડ વસુલ
૧૪.રામેશ્વરમ મદ્રાસ કાફે: પેરેડાઇઝ એપાર્ટમેન્ટ, શોપ નં.૪, કેકેવી હોલ પાસે, કાલાવડ રોડ પેઢીને નોટિસ ફટકારી રૂ.૫૦૦નો દંડ વસૂલ
૧૫.પટેલ ફરસાણ, અતિથિ ચોક, પંચવટી મેઈન રોડ પેઢીમાં ફૂડ ચેકીંગ દરમિયાન ૧૦ કિલો પસ્તીનો નાશ
૧૬.સમરસ ગર્લ્સ હોસ્ટેલ (આશાપુરા કેટરર્સ) ગંગોત્રી પાર્ક મેઇન રોડ, યુનિવર્સિટી રોડ ખાતે ફૂડ ચેકીંગ દરમિયાન પેઢીને ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ
૧૭. એવન્યુ સુપરમાર્ટ લિમિટેડ: શોપ નં એલ બી ૧, ક્રિસ્ટલ મોલ પાસે, કાલાવડ રોડ પેઢીમાં ફૂડ ચેકીંગ દરમિયાન યોગ્ય સ્ટોરેજ કરવા તાકિદ સાથે નોટિસ ફટકારી
૧૮.ભેરુનાથ સમોસા, પેડક રોડ પેઢીને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી
૧૯.આશુતોષ સેન્ડવિચ, પેડક રોડ પેઢીને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી
૨૦.પંડિત દિનદયાલ ઉપાધ્યાય સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ કેન્ટીન)ને ફૂડ લાયસન્સ તેમજ યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપી ૧.મરચું પાવડર લુઝ ૨.હળદર પાવડર લુઝ ૩.ધાણાજીરું પાવડર લુઝ ૪.સીંગતેલ લુઝ ૫.દાળ પ્રીપેડ લુઝ ૬.ટીંડોળા બટેટાની સબ્જી પ્રીપેડ લુઝ તેમજ ૭.રાઈસ પ્રીપેડ લુઝના નમૂના લેવામાં આવ્યા હતા.
ઈંડાની દુકાનોમાં ચેકીંગ, નોટિસ, દંડ વસૂલાત
૧.સુરતી એગ મસ્તી પ્લોટ નં.૬, ગેલેક્સી પાર્ક-૨, કિંગ્સ ક્રાફ્ટ હોટલની પાછળ, કાલાવડ રોડ ખાતે પેઢીને નોટિસ ફટકારી રૂ.બે હજારનો દંડ વસુલ
૨.વન ઇલેવન એગ: ગેલેક્સી પાર્ક, પ્લોટ નં.૮, કિંગ ક્રાફ્ટ હોટલ પાછળ, કાલાવડ રોડ ખાતે પેઢીમાં ચેકીંગ દરમિયાન નોટિસ ફટકારી તેમજ રૂ.એક હજારનો દંડ વસુલ
૩.કેપિટલ એગ: કિંગ્સ ક્રાફ્ટ હોટલ પાછળ, કાલાવડ રોડ પેઢીમાં ચેકીંગ દરમિયાન નોટિસ ફટકારી રૂ.એક હજારનો દંડ વસુલ