બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તાજેતરમાં જ તેમના બ્લોગ પોસ્ટથી સોશિયલ મીડિયા અને મીડિયામાં હેડલાઇન્સ બનાવી હતી. આ પોસ્ટથી તેમના લાખો ચાહકોને ઘેરો આઘાત લાગ્યો હતો,કારણ કે તેમાં તેમની સર્જરી,આઈસીયુમાં તેમના રોકાણ અને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તેમની કઠિન પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હતું. ચાહકોએ ધાયુ હતું કે ૮૩ વર્ષીય અભિનેતાની તબિયત ફરી બગડી ગઈ છે અને તેમણે તાજેતરમાં જ સર્જરી કરાવી છે. લોકોએ તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરવાનું શ કયુ, પરંતુ થોડા સમય પછી, બિગ બી પોતે આગળ આવ્યા અને આ બધી અફવાઓ અને અહેવાલોનો અતં લાવ્યો અને કહ્યું કે મેં કોઈ સર્જરી કરાવી નથી. પોસ્ટથી ગેરસમજ થઈ લાગે છે. અમિતાભ બચ્ચને સ્પષ્ટ્રતા કરી કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમની કોઈ સર્જરી નથી થઈ. તેમણે સમજાવ્યું કે લોકોએ તેમના વિચારોને ગેરસમજ કરી હતી. હકીકતમાં, આ પોસ્ટ તેમના પોતાના સ્વાસ્થ્ય વિશે નહોતી, પરંતુ, તે સ્પેન સામે આર્જેન્ટિનાની હાર પછી સ્ટાર ફટબોલર લિયોનેલ મેસ્સીની માનસિક સ્થિતિનું ઉદાહરણ હતું. બિગ બીએ સમજાવ્યું કે યારે કોઈ મહાન ખેલાડી કે ચેમ્પિયન મેદાન પર હારી જાય છે, ત્યારે તેમની માનસિક સ્થિતિ ગંભીર બીમારી કે સર્જરી પછી આઈસીયુમાંથી ઘરે પાછા ફરતા દર્દી જેવી જ હોય છે. તેમણે હોસ્પિટલના ઉદાહરણનો ઉપયોગ કરીને હાર પછી સ્વસ્થ થવું અને સામાન્ય જીવનમાં પાછા ફરવું કેટલું પડકારજનક છે તે દર્શાવ્યું. ફીફા વલ્ર્ડ કપ ફાઇનલ પછીના દિવસે, અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર એક ભાવનાત્મક લેખ શેર કર્યેા. લેખમાં, તેમણે લખ્યું હતું કે યારે દર્દી હોસ્પિટલની સંભાળમાંથી ઘરે પાછો ફરે છે તે સમયગાળો શારીરિક અને માનસિક રીતે સૌથી મુશ્કેલ હોય છે. હાર અને જીતની માનસિક અસરની ચર્ચા કરતા, તેમણે લખ્યું કે કેટલાક લોકો આવી અડચણોને દૂર કરે છે અને આગળ વધે છે, યારે અન્ય લોકો તેમની ભૂતકાળની સફળતાઓ પર આધાર રાખીને જીવવાનું શીખે છે. કારણ કે તેમણે આ પોસ્ટમાં ફટબોલ કે મેસ્સીનો સીધો ઉલ્લેખ કર્યેા નથી, ચાહકોએ તેને તેમના પોતાના સ્વાસ્થ્ય સાથે જોડુ.ં તેમના સ્વાસ્થ્ય વિશેની અફવાઓ ઝડપથી ફેલાઈ ગઈ, જેને બિગ બીએ પછીથી હસતાં હસતાં ફગાવી દીધી.