ગુજરાત સરકારે ઊર્જા ક્ષેત્રે વહીવટી જવાબદારીમાં ફેરફાર કરતાં ૨૦૦૫ બેચના આઈએએસ અધિકારી અને વડોદરા સ્થિત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સોંપ્યો છે.
શાલિની અગ્રવાલ હવે GUVNLના એમડી ઉપરાંત GSECLના એમડી તરીકેની વધારાની જવાબદારી પણ સંભાળશે. આ વધારાનો હવાલો તેઓ આગામી આદેશ ન થાય ત્યાં સુધી સંભાળશે. બંને સંસ્થાઓ રાજ્યના વીજ ઉત્પાદન અને ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલી હોવાથી આ નિમણૂકને મહત્વપૂર્ણ વહીવટી ગોઠવણ તરીકે જોવામાં આવી રહી છે.