નાગરિકોના જીવન અને સંપત્તિ અંગેના અધિકારો અંગે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું છે કે માતાપિતા અને વરિ નાગરિકોના ભરણપોષણ અધિનિયમ, ૨૦૦૭ હેઠળ, વૃદ્ધોના જીવન અને સંપત્તિનું રક્ષણ કરવા માટે, જો જરી હોય તો ટિ્રબ્યુનલને પુત્ર અને પુત્રવધૂને ઘરમાંથી કાઢી મૂકવાનો અધિકાર છે. ન્યાયાધીશ જેજે મુનીર અને ન્યાયાધીશ ઇન્દ્રજીત શુકલાની ડિવિઝન બેન્ચે કાનપુરના રહેવાસી શ્યામજી શુકલા દ્રારા દાખલ કરાયેલી અરજી સ્વીકારતી વખતે આ ચુકાદો આપ્યો હતો.અરજદાર શ્યામજી શુકલા યશોદા નગરમાં એક ઘર ધરાવે છે. તે તેમની સ્વ–અધિકૃત મિલકત છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમનો પુત્ર, પિયુષ શુકલા અને પુત્રવધૂ, પ્રીતિ શુકલા, તેમનો દુવ્ર્યવહાર કરે છે અને તેમના પર હત્પમલો કરે છે, અને તેમના જીવનને જોખમ છે. તેમણે કાયદાની કલમ ૫ અને ૨૨ હેઠળ કાનપુર નગરના એસડીએમ સદર સમક્ષ ખાલી કરાવવાની અરજી દાખલ કરી હતી. ૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ, ટિ્રબ્યુનલે પોલીસ રક્ષણનો આદેશ આપીને આંશિક રાહત આપી, પરંતુ તેમના પુત્ર અને પુત્રવધૂને બહાર કાઢવાનો ઇનકાર કર્યેા.
આ આદેશને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. બચાવ પક્ષે જણાવ્યું હતું કે સસરાએ કેસ દાખલ કર્યેા હતો કારણ કે તેમની દહેજની માંગણીઓ પૂર્ણ થઈ ન હતી. પુત્રવધૂએ ઘરેલું હિંસા અધિનિયમ, ૨૦૦૫ હેઠળ રક્ષણ મેળવવા માટે કાનપુરના એસીજેએમમાં કેસ દાખલ કર્યેા હતો. સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓને ટાંકીને, બેન્ચે જણાવ્યું હતું કે યારે કોઈ કાયદો અધિકાર આપે છે, ત્યારે તેમાં તેને લાગુ કરવા માટે જરી તમામ સત્તાઓ પણ હોય છે.
કોર્ટે ટિ્રબ્યુનલને ત્રણ મહિનાની અંદર પુત્ર સામે બહાર કાઢવાનો નિર્ણય લેવા અને પુત્રવધૂના કેસમાં નિર્ણયની રાહ જોવાનો નિર્દેશ આપ્યો હતો.