BREAKING NEWS

જામ્યુકોની સામાન્ય સભા શુક્રવારે, કોઇ ખાસ એજન્ડા નહીં..!

  • September 16, 2026 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોની સામાન્ય સભા શુક્રવારે, કોઇ ખાસ એજન્ડા નહીં..!


જામનગર મહાનગરપાલીકાની સામાન્ય સભા શુક્રવારે મળશે. જેમાં કોઇ ખાસ એજન્ડાનો સમાવેશ કરાયો નથી. સામાન્ય સભામાં ફકત પશુ નિયંત્રણ અને અંકુશ વિભાગ માટે મહેકમ, ટીપી સ્કીમના પરાર્મશ સિવાય અગત્યના એજન્ડા ન હોય બે મહીને એક વખત મળતા જનરલ બોર્ડમાં શહેરના વિકાસ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે પ્રયાસો કેમ કરવામાં આવતા નથી તે સળગતો સવાલ ઉઠયો છે. 
​​​​​​​

જામનગર મહાનગરપાલીકાની સામાન્ય સભા શુક્રવારે સવારે ૧૧.૩૦ કલાકે મનપાના અટલબિહારી વાજપેયી સભાગૃહમાં મળશે. મનપાની સામાન્ય સભામાં કુલ ૧૦ એજન્ડાનો સમાવેશ કરાયો છેે. જેમાં ગત મીટીંગની મીનીટસને બહાલી, સ્ટેન્ડીંગ કમીટીની ભલામણ અન્વયે બિમારી સબબ નાણાંકીય સહાય આપવા, પશુ નિયંત્રણ અને અંકુશ વિભાગ માટેની જગ્યાનું મહેકમ મંજૂર કરવા, શ્રાવણી લોકમેળો-૨૦૨૬ અન્વયેના દીવસો અપસેટ પ્રાઇસની શરતો નકકી કરવા, મનપા ખાતેની પ્રોજેકટ ઓફીસર વર્ગ-૨ના અધિકારીને બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ-૨ તરીકેની સેવાઓનો સળંગ ગણવા, ડ્રાફટ પ્રીલીમનરી નગર રચના યોજના નં.૨,૨૫માં સમાવિષ્ટ સમુચિત સતામંડળને ફાળવવામાં આવેલા જાહેર હેતુના અંતમિખંડોની દરખાસ્તને ટેન્ટેટીવ રીકંસ્ટીટયુશન અંગનો પરામર્શ અને ટીપી સ્કીમ નં.૪(જામનગર-ધુંવાવ)માં અંતિમ યોજનાની કામચલાઉ મૂલ્યાંકન પરત્વે ફોર્મ -જી તેમજ સતામંડળને સંપ્રાંપ્ત અંતિમખંડો ફોર્મ-એફની દરખાસ્ત  અને ટીપી સ્કીમ નં.૨૭માં સમાવિષ્ટ સમુચિત સતામંડળને ફાળવવામાં આવેલા જાહેર હેતુના અંતિમખંડો તથા ટીપી રસ્તાની દરખાસ્તને ટેન્ટેટીવ રીકંસ્ટીટયશનના પરામર્શ તથા પ્રશ્ર્નોતરીના એજન્ડાનો સમાવેશ થાય છે. આમ બે મહીને એક વખત મળતી મનપાની સામાન્ય સભામાં આ વખતે પણ કોઇ ખાસ એજન્ડાનો સમાવેશ કરવામાં ન આવ્યાનું ચિત્ર ઉપસ્યું છે. ત્યારે શહેરમાં હજુ પણ ઘણી સમસ્યાઓ એવી છે કે જેનો કાયમી ઉકેલ શહેરીજનો ઇચ્છી રહ્યા છે. ત્યારે બે મહીને એક વખત મળતી મહાનગરપાલીકાની મહત્વની સામાન્ય સભામાં આ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે નકકર પ્રયાસો કરવામાં આવે તે ખૂબજ જ‚રી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application