BREAKING NEWS

જામનગરમાં વુલનમિલ વિસ્તારમાં ગણેશોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

  • September 16, 2026 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  


જામનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં શ્રી ગણેશ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (લેડીઝ ભજન મંડળ) દ્વારા ગણેશોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. તા.૧૪થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન ગણેશજીની સ્થાપના સહિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની શરૂઆત તા.૧૪ સપ્ટેમ્બરના સોમવારે બપોરે ૧૨ વાગ્યે ગણેશજીની સ્થાપનાથી થઈ હતી. રાત્રે ૯ વાગ્યે આદર્શ રામાયણ મંડળ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૫ સપ્ટેમ્બરના મંગળવારે રાત્રે ૯ વાગ્યે આદર્શ રામાયણ મંડળ દ્વારા ભજન કાર્યક્રમ યોજાયો હતો.

તા.૧૬ સપ્ટેમ્બરના બુધવારે ૫૬ ભોગ ધરાવવામાં આવશે તથા રાત્રે ૧૦ વાગ્યે લેડીઝ જાગરણ યોજાશે. તા.૧૭ સપ્ટેમ્બરના ગુરુવારે રાત્રે ૯ વાગ્યે શ્રવણ, તરેરા તથા મનોજ ડેક ભજન કાર્યક્રમનું આયોજન કરાયું છે.

તા.૧૮ સપ્ટેમ્બરના શુક્રવારે બપોરે ૧૨થી સાંજે ૫ વાગ્યા સુધી લેડીઝ ભજન તથા રાત્રે ૯થી ૧૦ વાગ્યા દરમિયાન ભજન કાર્યક્રમ યોજાશે. તા.૧૯ સપ્ટેમ્બરના શનિવારે સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. ગણેશોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે તા.૨૦ સપ્ટેમ્બરના રવિવારે સાંજે ૪ વાગ્યાથી ગણેશજીની વિસર્જન યાત્રા યોજાશે.

આ સમગ્ર ધાર્મિક આયોજન શ્રી ગણેશ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (લેડીઝ ભજન મંડળ) દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થાની સ્થાપના વર્ષ ૨૦૦૯માં કરવામાં આવી હતી. કાર્યક્રમોમાં ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application