કોટડાસાંગાણીના સતાપર ગામે ભાભીને દિયર અને તેના પુત્રએ ઢીકાપાટુ અને પાઇપથી મારમારતા ઈજાઓ થવાથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.મોટાભાઈએ સહિયારું મકાન હતું એ પિતાને પરત સોંપી દેતા આ વાતનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબકોટડા સાંગાણીના સતાપર ગામે રહેતા લીલાબેન જયંતીભાઈ સોલંકી (ઉ.વ.45)ના રાત્રીના દશેક વાગ્યે ઘરે હતા ત્યારે દિયર ધીરુભાઈ અને તેનો પુત્ર રવિ ઘરમાં ધસી આવ્યા હતા અને બોલાચાલી કરી ભાભીને ઢીકાપાટુ અને પાઇપથી મારમારતા મૂઢ ઇજા થવાથી સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી.
આ અંગે ધીરુભાઈન કહેવા મુજબ અમે પિતાએ આપેલા સહિયારા મકાનમાં રહેતા હતા હવે બીજે રહેવા ચાલ્યા ગયા હોવાથી મકાન પરત પિતાને સોંપી દીધું હતું. આ મકાન પૂછ્યા વગર કેમ આપી દીધું એ વાતનો ખાર રાખી ઘરે આવ્યા આવ્યા પરંતુ હું ઘરે ન હોવાથી પત્ની સાથે ઝગડો કરી મારકૂટ કરી હતી. આગળની તપાસ કોટડા સાંગાણી પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application