અખડં ભારતના સ્વપનદ્રષ્ટ્રા અને સ્વતત્રં ભારતના એકીકરણનું નેતૃત્વ કરનાર લોખંડી પુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ અંતર્ગત શહેર ભાજપ દ્રારા બહત્પમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે શહેર ભાજપ દ્રારા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવેની અધ્યક્ષતામાં પૂષ્પાંજલી કરવામાં આવેલ હતી. આ તકે આ કાર્યક્રમમાં રાજયસભા રામભાઈ મોકરીયા,પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ,રમેશભાઈ ટીલાળા,ભાનુબેન બાબરિયા, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા,ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા,સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, દંડક નેતા મનીષ રાડીયા, શાસક પક્ષનેતા લીલુબેન જાદવ, પૂર્વ પ્રમુખમુકેશભાઇ દોશી, કમલેશભાઈ મિરાણી, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.
આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈએજણાવ્યું હતું કેસરદાર વલ્લભભાઈ પટેલે દેશ માટે પોતાનુ જીવન સમર્પિત કર્યુ હતું. તેમાંયે ખાસ કરીને રાષ્ટ્ર્રની સેવા પાછળ પોતાની તમામ શકિત ખર્ચનાર સરદાર વલ્લભભાઇ પટેલે જૂનાગઢ અને હૈદરાબાદમાં ભજવેલા ભાગે રાષ્ટ્ર્રીય એકતામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે, તેનાથી સમસ્ત વિશ્વમાં તેમની કીર્તી પ્રસરી ગઇ.આમ અખડં ભારતનું સર્જન કરવાના તેમના આ અનન્ય અને અદ્રિતીય પ્રદાન માટે ભારત સદા તેમનું ઋણી રહેશે.