રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા ન્યારી-૨ ડેમ સહિત સૌરાષ્ટ્રના છ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં ૦.૧૦ ફૂટથી પોણો ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે, આજી-૨ ડેમનો એક દરવાજો ૦.૦૫ મીટર સુધી ખુલો રાખવામાં આવ્યો છે.જ્યારે સૌરાષ્ટ્રના કુલ ૮૩ પૈકી એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો નથી. વિશેષમાં રાજકોટ ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં આજી-૩માં ૦.૨૬ ફૂટ, ન્યારી-૨માં ૦.૧૬ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૨માં ૦.૧૦ ફૂટ, બ્રાહ્મણી-૨માં પોણો ફૂટ, મચ્છુ-૩માં ૦.૧૦ ફૂટ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-૨ ડેમમાં ૦.૩૦ ફૂટ પાણીની આવક નોંધાઇ છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા આજી-૨ ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે, ડેમનો એક દરવાજો આજે સાંજે ચાર કલાકે ૦.૦૫ મીટર ખોલવામાં આવ્યા છે. આથી નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી ૭૩.૭૬ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૭૨.૫ મીટર છે, આવક અને જાવક ૧૧૦ ક્યુસેક છે.