BREAKING NEWS

જામનગર : ઇટ્રા ખાતે જનરલ સર્જરીના રોગો માટે વિનામૂલ્યે નિદાન સારવાર

  • December 12, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર ખાતે શલ્યતંત્ર વિભાગ દ્વારા તા. ૧૫ અને ૧૬  ડિસેમ્બર સવારે ૯ થી ૧૨:૩૦ તેમજ ૪ થી ૫:૩૦ દરમિયાન શલ્યતંત્ર ઓ.પી.ડી. નંબર – ૧૮, રૂમ નં-૧૦૬, બીજો માળ, ઓ.પી.ડી બ્લોક, પંચકર્મ ભવન, ધન્વંતરી મેદાન પરિસર, આઇ.ટી.આર.એ. ખાતે જનરલ સરજરીને લગત રોગો માટે વિનામૂલ્યે નિદાન સારવાર સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સારણ ગાંઠ, વધરાવળ, ફાયમોસીસ, પીતાશયની પથરી-સોજો, એપેન્ડિક્ષનો સોજો, પેશાબની નળી સાંકળી થવી, પેશાબની થેલીનો સોજો, ઉનવા કે પેશાબમાં રસી થવા વગેરે તકલિફો માટે બે દિવસીય નિ:શુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ રહેશે અહીં આયુર્વેદ નિષ્ણાત તબીબ ડૉ. દુધમલ, ડૉ. જોશી અને ડૉ. મેઘાણી દ્વારા નિદાન સારવાર આપવામાં આવશે તેમાં દરદીએ જો હોય તો જૂના રિપોર્ટ સાથે લાવવાનો રહેશે.

​​​​​​​આ સુવિધાનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવાયું છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application