BREAKING NEWS

કાળીયાબીડમાં બંધ મકાનમાંથી ધોળે દહાડે ૫.૧૮ લાખના ઘરેણાંની ચોરી

  • November 12, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કાળીયાબીડ વિસ્તારના વૃદાંવન પાર્કમાં રહેતુ દંપતી નોકરી ઉપર અને દર્શનાર્થે ગયુ હતુ. ત્યારે  ધોળા દહાડે તસ્કરોએ બંધ મકાનમાં પ્રવેશ કરી માત્ર દોઢ કલાકમાં કબાટની તિજોરી તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા. ૫.૧૮ લાખના દર દાગીનાની ચોરી કરી નાસી છુટ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.
શહેરના કાળીયાબીડ વિસ્તારના વૃદાવન પાર્કમાં રહેતા મનોજભાઈ જયંતભાઈ પટેલે નિલમબાગ પોલીસ મથકમાં એવી ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૮ના રોજ તેઓ સવારે નોકરી ઉપર ગયા હતા અને તેના પત્ની નિલમબેન ૧૧ કલાકના રહેણાકી મકાનને તાળા મારી ખરીદી કરવા અને મંદિરે દર્શન કરવા ગયા હતા તે વેળાએ સવારના ૧૧ કલાકથી બપોરના ૧૨.૩૦ કલાકના અરસા દરમિયાન અજાણ્યા શખસે તેઓના બંધ મકાનના દરવાજાને ધક્કા મારી સ્ટોપરના સ્કુ ઢીલા કરી નાખી દરવાજો ખોલી ગેરકાયદે મકાનમાં પ્રવેશ કરી કબાટની તિજોરી તોડી તેમાં રાખેલા સોના ચાંદીનાઘરેણાં  સોનાના બે ચેઈન, એક સોનાનો મહિ હાર, સોનાની જેન્ટસ વિટી, સોનાની પોચી, સોનાના બે પેન્ડલ, સોનાની દસ પોન ગ્રામની સાત લગડી, ચાંદીની  ગણપતીજીની મુર્તી, ચાંદીની દિવી, તાવ ચાંદીની લગડી, ચાંદીના કડા, તેમજ છે. રોકડ રૂા. ૭૦ હજાર મળી કુલ રૂા. ફાબા ૫,૧૮,૫૦૦ના માલ મત્તાની ચોરી કરી  નાસી છુટયા હતા. આ અંગે  નિલમબાગ પોલીસે અજાણ્યા શખ્સ  સામે બીએનએસ એક્ટ  ૩૦૫(એ), ૩૩૧(૩), મુજબ ગુનો બેટ્ટ દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ  ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application