BREAKING NEWS

રાજ્ય પોલીસ વડા તરીકે કે.એલ. રાવનુ નામ નિશ્ચિત, ગમે તે ઘડીએ થઈ શકે છે જાહેરાત

  • December 30, 2025 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્ય પોલીસ વડા તરીકે કે.એલ. રાવનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તેમના નામની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. હાલના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલાં જ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે હવે પૂરું થવા જઈ રહ્યું છે. વિકાસ સહાયને ફરી એકવાર એક્સટેન્શન મળે એની કોઈ સંભાવના દેખાતી નથી.


કોણ છે કે.એલ રાવ?

DGP બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા ડો. કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે. રાવ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં DGP તરીકે ફરજ બજાવી રહ્યા છે. જી.એસ.મલિક કરતાં ડો. કે.એલ.એન.રાવ સિનિયર છે અને તેમને નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે, જેથી ગુજરાત રાજ્યના 30મા DGP તરીકે રાવની નિમણૂક થવાની શક્યતા વધુ મજબૂત માનવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News