સરકારી અને ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબ્જો જમાવતા ભૂમાફિયાઓ સામે લાલઆંખ કરવાના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ ૧૭ ઓગસ્ટના રોજ કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટીની એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જમીન પચાવી પાડવાના ગંભીર મામલાઓ પર કડક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ કલેકટર કચેરી ખાતે આયોજિત આગામી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં આશરે ૫૦ જેટલા લેન્ડ ગ્રેબિંગના પડતર કેસો પર વિસ્તૃત સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસોમાં અરજદારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો, મહેસૂલી અધિકારીઓના તપાસ અહેવાલો અને પોલીસ વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓની બારીકાઈથી ચકાસણી કરવામાં આવશે. જે કિસ્સાઓમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો સાબિત થશે, તેમની સામે કલેક્ટર દ્વારા એફ.આઈ.આર. દાખલ કરવાના આદેશો આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામવા માટે વહીવટી તંત્ર સતત સક્રિય રહ્યું છે. કલેક્ટર ડો. ઓમ પ્રકાશના નેતૃત્વમાં મળનારી આ બેઠકથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application