અમેરિકાના ઉત્તરી પૂર્વ વિસ્તારોમાં એક સદીમાં એક વાર આવતી ભયંકર વરસાદી આફત હવે દર વર્ષે આવશે અને તેના લીધે અનેક શહેરો પર આફત તોળાઈ રહી છે. સમુદ્રનું વધતું જળસ્તર અને વધતા તોફાનો આ માટે જવાબદાર છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે 2100 સુધીમાં ન્યુયોર્ક અને બોસ્ટન જેવા શહેરોમાં દર વર્ષે પુર આવશે. આપને હજુ કાર્બન ઉત્સર્જન ઓછું નહી કરીએ તો તબાહી નિશ્ચિત જ છે.
અમેરિકાના ન્યુયોર્ક, ન્યુજર્સી,કનેક્ટિકટ,વર્જીનીયા જેવા શહેરોમાં પહેલા જે પુર આવતું તે 100 વર્ષમાં એક જ વાર ભયાવહ પુર આવતું અને તેવું જ પુર દર વર્ષે આવશે તેવું બિહામણું સત્ય એક રિસર્ચમાં સામે આવ્યું છે. આ અભ્યાસ 2025 નવેમ્બરમાં અમેરિકાની પ્રિન્સ્ટન યુનિમાં હાથ ધરવામાં આવ્યો હતો.જેમાં વૈજ્ઞાનીકોએ સાફ શબ્દોમાં કહ્યું છે કે હવે ભયાવહ પુર દર વર્ષે આવશે જ. આ સંશોધન સિવિલ ઇજનેર અમીરહુસેન બેગ મોહમ્મ્દીએ હાથ ધર્યું હતું.
આવું થવાનું કારણ શું
જળવાયું પરિવર્તનના લીધે બરફની શીલાઓ પીગળી રહી છે, તેનાથી સમુદ્રનું જળસ્તર દર વર્ષે અનેક ગણું વધી રહ્યું છે. આગામી 75 વર્ષમાં તો સમુદ્ર અનેક ગણો વધી જવાની શક્યતા છે.પહેલાની તુલનામાં સમુદ્રમાં તોફાનો પણ વધુ આવવા લાગ્યા છે. જે નુકસાની વધારી રહ્યા છે. વૈજ્ઞાનીકોએ સાફ કહ્યું છે કે 100 વર્ષે આવતું પુર હવે દર વર્ષે આવશે જયારે 500 વર્ષે આવતી તબાહી જો આપને સ્થિતિ સુધારી શકીશું તો 60 વર્ષે આવશે.અને જો કોઈ પગલા નહી લઈએ તો દર 20 વર્ષે આવશે.ન્યુયોર્ક અને બોસ્ટન જેવા શહેરો પર ખતરો વધુ છે ઉપરાંત નાના નાના તોફાનો પણ મોટી તબાહી મચાવશે તેમાં બે મત નથી.
બચાવાના ઉપાયો
1.ઘરોને ઊંચા અને વધુ દૂરના સ્થળોએ ખસેડવા - ઊંચાઈ પર અને દરિયાકાંઠાથી દૂર નવા ઘરો બનાવવા.
2. ઇમારતો બનાવવાના નિયમોમાં બદલાવ લાવવો.
3 જૂની ઇમારતોને મજબુત કરવી અને ઊંચા પ્લેટફોર્મ બનાવવા, પાણીથી રક્ષણ થાય તેવી દીવાલો બનાવવી
4. સલામતીના ઉપાયો કરવા, જંગલો બચાવવા
5. દરેક નવા શહેરના વિકાસ પહેલા પુર ક્યાંથી આવી શકે તેનો નકશો તૈયાર્ કરવો