સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલા હોજીવાલા રોડ પરની એક કાપડની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે. આગ એટલી વિકરાળ હતી કે દૂરથી તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા નજરે પડતા હતા. ફેક્ટરીમાં કામ કરતા કામદારોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
5 ફાયર સ્ટેશનની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મેસેજ મળતાની સાથે જ ભેસ્તાન, ઉન, ઉધના, પાંડેસરા અને ડિંડોલી ફાયર સ્ટેશનની કુલ 5 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કાપડ અને કેમિકલના જથ્થાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બિલ્ડીંગને લપેટમાં લઈ લીધી હતી. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા તેમજ તેના પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application