રાજકોટના રેલનગર વિસ્તારમાં લાલ બહાદુર ટાઉનશીપ પાસે આવેલા ભંગારના ડેલામાં વહેલી સવારના વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જે અંગેની જાણ સવારે ૫:૨૧ કલાકે ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો સ્ટાફ તાકીદે અહીં પહોંચ્યો હતો. આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધુ હોય તેને કાબુમાં લેવામા માટે એક બાદ એક ૧૦ ફાયર ફાઇટરો દોડાવવામાં આવ્યા હતાં. પરંતુ બપોર સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. જોકે આગની આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આગમાં મોટાપાયે નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ કયાં કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી.
આગના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ વહેલી સવારના રેલનગર પાસે આવેલા લાલબહાદુર ટાઉનશીપ પાસે આવેલા મોટા ભંગારના ડેલામા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જે અંગે સવારે ૫:૨૧ કલાકે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે આગની ઘટનાને લઇ ફાયર સ્ટેશનની ફાયર ફાઇટર દાડવવામાં આવ્યા હતાં.
ફાયરના સ્ટાફે અહીં આવી જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ કાબુમાં લાવવી મુશ્કેલ જણાતી હોય જેથી એક એક બાદ ૧૦ જેટલા ફાયર ફાઇટર આગ બુજાવવાની કામગીરીમાં દોડાવાયા હતાં. ૧૦-૧૦ ફાયર ફાઇટરો દ્વારા કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે બપોર સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો.
અગામાં અહીં રહેલી પસ્તી તથા ભંગાર સળગીન ખાખ થઇ ગયો હતો. આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધુ હોય જેથી મોટાપાયે નુકશાન થવાની શકયતા સેવાઇ રહી છે. આગ કયાં કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી.આગમાં કોઇ જાનહાની થયાનું જાણવા મળ્યુ નથી આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરાઇ રહી છે.
આગમાં ડેલમાં રહેલુ બુલડોઝર સળગી ગયું
આજરોજ વહેલી સવારના રેલનગર પાસે આવેલા લાલબહાદુર ટાઉનશીપ પાસે આવેલા મોટા ભંગારના ડેલામા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનામાં અહીં રહેલું બુલડોઝર બળીને ખાખ થઇ ગયું હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતુું.
આ ફાયર સ્ટેશનથી ફાયર ફાઇટરો દોડાવાયા
રેલનગર વિસ્તારમાં લાલ બહાદુર ટાઉનશીપ પાસે આવેલા ભંગારના ડેલામાં વહેલી સવારના વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જે અંગેની જાણ સવારે ૫:૨૧ કલાકે ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો સ્ટાફ તાકીદે અહીં પહોંચ્યો હતો. આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધુ હોય ૧૦ ફાયર ફાઇટર દોડાવાયા હતાં. જેમાં મુખ્ય ફાયર સ્ટેશન ઉપરાંત રામપીર, રેલનગર, કનકનગર, બેડીપરા, કાલાવડ, ઇઆરસી સહિતના ફાયર સ્ટેશનથી ફાયર ફાઇટરો દોડાવાયા હતાં.