BREAKING NEWS

દક્ષિણ કોરિયાના સૌથી મોંઘા છૂટાછેડાના કેસમાં માઇકલ ડેલની એન્ટ્રી, SK ગ્રુપના ચેરમેન પાસેથી ખરીદ્યા 406 મિલિયન ડોલરના શેર

  • November 07, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડિલ ટેકનોલોજીના સ્થાપક અને વિશ્વના 5મા સૌથી ધનિક વ્યક્તિ માઇકલ ડેલ દક્ષિણ કોરિયાના અગ્રણી ઔદ્યોગિક જૂથ SK ગ્રુપમાં 406 મિલિયન ડોલર (આશરે 544 અબજ વોન) નું મોટું રોકાણ કરવા જઈ રહ્યા છે. રોયટર્સના અહેવાલ મુજબ, માઇકલ ડેલ સાથે જોડાયેલું એક ઇન્વેસ્ટમેન્ટ ફંડ SK ગ્રુપના ચેરમેન ચે તાઇ-વોન પાસેથી તેમની હોલ્ડિંગ કંપની SK ઈંક માં 1.34 ટકા હિસ્સો ખરીદશે.


આ સોદો ખરેખર ચેરમેન ચે તાઇ-વોનની એ વ્યૂહરચનાનો ભાગ છે, જેના હેઠળ તેઓ પોતાની પૂર્વ પત્ની રો સો-યોંગ સાથે થયેલા ઐતિહાસિક છૂટાછેડાના સેટલમેન્ટની રકમ ચૂકવવા માટે શેર વેચીને કુલ 944 અબજ વોન (711 મિલિયન ડોલર) એકત્ર કરી રહ્યા છે. રો સો-યોંગ સિઓલ સ્થિત આર્ટ સેન્ટર નાબીના ડિરેક્ટર અને દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ રો તાઇ-વૂના પુત્રી છે.


ડેલનું ફેમિલી ઓફિસ

SK ઈંક દ્વારા કરવામાં આવેલી રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ, ચે તાઇ-વોન કંપનીમાં પોતાનો 2.26 ટકા હિસ્સો (1.65 મિલિયન શેર) વેચવા માટે સહમત થયા છે. આમાંથી 972,493 શેર ડેલાવેર સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફંડ DFO પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ્સ, LP ને વેચવામાં આવશે, જે માઇકલ ડેલના ફેમિલી ઓફિસ DFC મેનેજમેન્ટ સાથે જોડાયેલું છે. બાકીની રકમ મેળવવા માટે તેમણે સિઓલની બ્રોકરેજ ફર્મ કોરિયા ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યોરિટીઝ સાથે 400 અબજ વોન (301 મિલિયન ડોલર) નો પ્રાઇસ રિટર્ન સ્વેપ સોદો કર્યો છે.


​​​​​​​માઇકલ ડેલની સંપત્તિ અને વ્યાપારિક સંબંધો

ડેલ ટેકનોલોજીસ AI સર્વર અને ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મોટું નામ છે. કંપનીના SK ગ્રુપની ચિપમેકર યુનિટ SK હાઇનિક્સ સાથે મજબૂત વ્યાપારિક સંબંધો છે, જે ડેલના ડેટા સેન્ટર્સ માટે હાઇ-પર્ફોર્મન્સ મેમરી ચિપ્સ પૂરી પાડે છે. આવી સ્થિતિમાં આ રોકાણને બંને ગ્લોબલ ગ્રુપ્સ વચ્ચેના સંબંધો વધુ મજબૂત કરવાના એક કદમ તરીકે જોવામાં આવી રહ્યું છે. 61 વર્ષીય માઇકલ ડેલની કુલ સંપત્તિ આશરે 241.3 અબજ ડોલર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application