નવો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરતા ગ્રાહકોને આગામી મહિનાઓમાં વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. સ્માર્ટફોન બનાવવામાં વપરાતી મેમરી ચિપ્ના ભાવમાં ભારે વધારો થતાં પ્રીમિયમ સ્માર્ટફોનના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે. બજાર સંશોધન સંસ્થા કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના અંદાજ પ્રમાણે વર્ષના અંત સુધીમાં પ્રીમિયમ સ્માર્ટફોનના ભાવ 2025ની સરખામણીએ 30 ટકાથી વધુ વધી શકે છે.
સ્માર્ટફોન મોંઘા થવાનું મુખ્ય કારણ મેમરી ચિપ્ની વધતી કિંમત છે. દુનિયાભરમાં કૃત્રિમ બુદ્ધિમત્તા માટેના ડેટા સેન્ટરોની સંખ્યા અને ક્ષમતા ઝડપથી વધી રહી છે. આ ડેટા સેન્ટરોમાં મોટા પ્રમાણમાં મેમરી ચિપ્ની જરૂર પડે છે. તેના કારણે ડીરેમ અને નેન્ડ જેવી મેમરી ચિપ્ની માંગ વધી છે. આ વધતી માંગને કારણે સ્માર્ટફોન ઉત્પાદકો માટે ચિપ મેળવવાનો ખર્ચ પણ વધી રહ્યો છે.
અહેવાલ પ્રમાણે ઓપોના કેટલાક ફ્લેગશિપ ફોનના ભાવમાં વાર્ષિક ધોરણે 82થી 87 ટકા સુધીનો વધારો નોંધાયો છે. એપલના અત્યંત મોંઘા આઇફોન મોડેલના ભાવમાં પણ 20થી 22 ટકાનો વધારો થયો છે. સેમસંગ અને શાઓમીએ દિવાળી પછી કેટલાક મોડેલના ભાવ રૂ. 2,000થી રૂ. 4,000 સુધી વધાયર્િ હોવાનું જણાવાયું છે.સેમસંગે અગાઉ તેના ગેલેક્સી એસ-26 ફ્લેગશિપ ફોનની કિંમતમાં લગભગ 17 ટકાનો વધારો કર્યો હતો. એપલ અને સેમસંગના સૌથી મોંઘા ફોનની કિંમત હવે રૂ. બે લાખની નજીક પહોંચી રહી છે. આગામી સમયમાં અન્ય કંપ્નીઓ પણ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાનો બોજ ગ્રાહકો ઉપર નાખે તેવી શક્યતા છે.
સ્માર્ટફોનની કિંમતમાં મેમરી ચિપ ઉપરાંત પ્રોસેસર, કેમેરા, સ્ક્રીન, બેટરી અને અન્ય ભાગોનો ખર્ચ પણ સામેલ હોય છે. તેથી મેમરી ચિપ્ના ભાવમાં વધારો થાય એટલા જ પ્રમાણમાં ફોનની કિંમત વધે તે જરૂરી નથી. કંપ્નીઓ પોતાના નફાના માર્જિનમાં ફેરફાર કરીને પણ વધેલા ખર્ચનો કેટલોક બોજ સહન કરી શકે છે.