ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણો અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને વેગ આપવા રાજ્ય સરકાર જમીનના બિનખેતી રૂપાંતરની મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારી કરી રહી છે. ટાઉન પ્લાનિંગ વિસ્તારો અને નોટિફાઇડ ઔદ્યોગિક વિસ્તારોમાં બિન ખેતીની ફરજિયાત મંજૂરીની જોગવાઈમાં રાહત આપવા અવા ચોક્કસ સંજોગોમાં આ પ્રક્રિયા નાબૂદ કરવા અંગે સરકારના સ્તરે વિચારણા ચાલી રહી છે. જાન્યુઆરી ૨૦૨૭માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં આ દિશામાં નિર્ણય લેવાય તો ઉદ્યોગો સહિત વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને નોંધપાત્ર રાહત મળી શકે છે.
રાજ્યમાં મોટા પાયે ઔદ્યોગિક રોકાણો આકર્ષવાના પ્રયાસો વચ્ચે જમીનને બિનખેતીના ઉપયોગ માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા ઉદ્યોગકારો અને રોકાણકારો માટે મહત્ત્વનો વહીવટી પડકાર બની રહી છે. હાલની પ્રક્રિયામાં વિવિધ મંજૂરીઓ મેળવવામાં સમય લાગતો હોવાી પ્રોજેક્ટ્સના અમલીકરણમાં વિલંબ ાય છે. પરિણામે બાંધકામ શરૂ વામાં મોડું વા ઉપરાંત પ્રોજેક્ટનો ખર્ચ વધવાની પણ શક્યતા રહે છે. આ સ્િિતમાં મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવીને રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો સરકારનો પ્રયાસ છે.
સરકારના વિચારાધીન પ્રસ્તાવ મુજબ, ટીપી હેઠળ આયોજનબદ્ધ રીતે વિકસાવવામાં આવેલા વિસ્તારો અને નોટિફાઇડ ઔદ્યોગિક ઝોનમાં જમીનના ઉપયોગ અંગેની મંજૂરીની પ્રક્રિયાની સમીક્ષા ઈ શકે છે. જો આવા વિસ્તારોમાં બિનખેતીની અલગી મંજૂરી મેળવવાની ફરજિયાત શરત હળવી કરવામાં આવે અવા દૂર કરવામાં આવે, તો ઉદ્યોગો સપવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય લેવાયો હોવાની સત્તાવાર જાહેરાત હજુ ઈ ની.
આ ફેરફારની અસર માત્ર ઔદ્યોગિક એકમો પૂરતી મર્યાદિત નહીં રહે. રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ, હોસ્પિટલો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને મિક્સ-યુઝ ડેવલપમેન્ટ જેવા પ્રોજેક્ટ્સને પણ મંજૂરીની પ્રક્રિયામાં રાહત મળવાની શક્યતા છે. સમયસર મંજૂરી મળવાી બાંધકામ શરૂ કરવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે અને રોકાણકારો માટે વહીવટી અવરોધો ઘટી શકે છે. આી રાજ્યમાં વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વેગ મળવાની સંભાવના છે.
જોકે, તમામ જમીનો માટે એકસરખા નિયમો લાગુ કરી શકાય તેમ ની. ગણોતધારા સહિતના અન્ય મહેસૂલી કાયદાઓ લાગુ પડતા જમીનના કિસ્સાઓમાં કાયદાકીય જોગવાઈઓનું પાલન કેવી રીતે સુનિશ્ચિત કરવું તે મહત્ત્વનો મુદ્દો રહેશે. તેી સરકાર કોઈ અંતિમ નિર્ણય લેતાં પહેલાં જમીનના ઉપયોગ, માલિકી, મંજૂરી અને સંબંધિત કાયદાકીય પાસાઓની સમીક્ષા કરે તેવી શક્યતા છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં ઉદ્યોગો માટેની મંજૂરી પ્રક્રિયા સરળ બનાવવાની દિશામાં આ પગલું મહત્ત્વનું બની શકે છે. જોકે, રાહત કયા વિસ્તારોમાં, કઈ શરતો હેઠળ અને કયા પ્રકારના પ્રોજેક્ટ્સને મળશે તે અંગે સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ ચિત્ર સ્પષ્ટશે.
અહીં નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અગાઉ ગામ તળ વિસ્તારમાં આવેલી જમીનો માટે બિનખેતીની મંજૂરી ની જરૂરિયાત દૂર કરી હતી. ગામ તળકા વિસ્તારમાં ગ્રામ પંચાયત અવા સનિક સત્તા મંડળના કાર્યક્ષેત્ર ધરાવતું હોય તો હવે ટીપી વિસ્તાર અને નોટિફાઇડ ઔદ્યોગિક વિસ્તારમાં આવી જોગવાઈ લાગુ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.
બિનસત્તાવાર સુત્રો માંી મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર જાન્યુઆરી ૨૦૨૭માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા આ નિર્ણય લેવા આગળ વધી રહી છે જેના પરિણામે રોકાણકારોને મોટા પાયે સુવિધા ઉપલબ્ધ બનશે.