ધારીના ગીગાસણમાં બાળકોના ઝગડામાં મોટેરા વચ્ચે બોલાચાલી થયા બાદ લાકડી અને પાઇપ વડે યુવક અને તેના ભાઈને મારમારતા ઇજા થવાથી સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. બનાવ અંગે યુવકે પડોશી બે મહિલા સહીત પાંચ વ્યક્તિઓ સામે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ ધારીના ગીગાસણ ગામે રહેતા સુરેશ માધાભાઈ વાઘેલા (ઉ.વ.25) અને તેના મોટા ભાઈ ભાવેશભાઈ ઘર નજીક હતા ત્યારે પડોશમાં રહેતા અલ્પશે ઉર્ફે જીગો શામજીભાઈ વાઘેલા, તેનો ભાઈ હાર્દિક અને રાજુ ભીખાભાઇ વાઘેલાએ લાકડી પાઇપ અને ઢીકાપાટુનો મારમાર્યો હતો. અને અલ્પેશના માતા લીલાબેન, કાકી દયાબેન ચીમનભાઈ વાઘેલાએ યુવકને પકડી રાખ્યા હતા. જતા જતા ધમકી પણ આપી હતી કે, આજે સાંજે તો બચી ગયા છોવ હવે પાછા મળશો તો જાનથી મારી નાંખીશુ, ઈજાગ્રસ્ત બંને યુવકને 108 મારફતે સારવાર માટે ધારી ખસેડવામાં આવ્યા હતા જેમાં સુરેશને પગમાં ફેક્ચર જેવી ઇજા હોવાથી અમરેલી સિવિલમાં રીફર કરવામાં આવ્યો હતો.
બનાવ અંગે ધારી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સુરેશની ફરિયાદ પરથી અલ્પશે ઉર્ફે જીગો શામજીભાઈ વાઘેલા, હાર્દીક શામજીભાઈ વાઘેલા,રાજુ ભીખાભાઈ વાઘેલા, લીલાબેન શામજીભાઈ વાઘેલા, દયાબેન ચીમનભાઈ વાઘેલા સામે ગુનો નોંધ્યો હતો. યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે મારા મોટાભાઈ ભાવેશભાઈ ઘરેની બહાર નીકળતા પડોશમાં રહેતો હાર્દિક તેને ગાળો આપી કહેતો હતો કે, તારા ઘરનાએ મારા છોકરાને શું કામ ખીજાણા હતા, આથી મોટાભાઈએ કહ્યું હતું કે, તારા છોકરાએ મારા છોકરાને માર્યું હતું છતાં હું તને કાઈ કહેવા નહતો આવ્યો તો તું શું કામ ગાળો બોલે છે, આમ કહેતા અલ્પશે ઉર્ફે જીગો ઉશ્કેરાયો હતો અને ગાળો બોલતા દેકારો થવાથી તેનોભાઇ ભાઈ હાર્દિક તેના કાકા રાજુભાઈ, કાકી દયાબેન અને અલ્પેશના માતા લીલાબહેન ત્યાં આવી ગયા હતા બંને ભાઈઓએ પાઇપ અને લાકડી વડે મારમારતા હું છોડાવવા વચ્ચે પડ્યો હતો દરમિયાન બધાએ મને પકડી રાખી બંનેભાઈઓએ મને પણ મારમાર્યો હતો.
આ બનાવ પાછળનું એવું પણ કારણ છે કે, ચારેક વર્ષ પહેલા કૌટુંબિક ભાણેજ અલ્પેશની બહેનને ભગાડી લગ્ન કરી લીધા હતા આ વાતને લઈને ઘણા સમયથી બંને પરિવાર વચ્ચે મનદુઃખ પણ ચાલતું હતું. જેનો ખાર રાખી છોકરાવની વાતમાં માથાકૂટ કરી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.