નવા 150 ફુટ રીંગ રોડ પર ટીલાળા ચોકડી પાસે રહેતાં અને મજુરી કરતાં મુળ મધ્યપ્રદેશના દંપતિના સાત મહિનાના દિકરાનું હીંચકામાંથી પડી જતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ ટીલાળા ચોકડી પાસે રામજીભાઇ વેકરીયાના શેડમાં રહી મજૂરી કરતાં ઇરાભાઇ ભુરીયાનો દિકરો રિતેશ (ઉ.૭ મહિના)નો હીંચકામાં હતો ત્યારે પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત થયું છે. બનાવની જાણ થતાં શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ઼ હતું. મૃત્યુ પામનાર બાળક બે ભાઇ બે બહેનમાં નાનો હતો. લાડકવાયાના મોતથી મજૂર દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું.