BREAKING NEWS

અમેરિકાના બીજા સૌથી મોટા શહેરમાં ભારતનાં દીકરી નિત્યા રમન બન્યા પ્રથમ એશિયન મેયર

  • November 06, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમેરિકાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર લોસ એન્જલસમાં ભારતીય મૂળની નિત્યા રમને મેયરપદની ચૂંટણીમાં વર્તમાન મેયર કેરેન બાસને હરાવીને મોટી રાજકીય જીત મેળવી હતી. 1981માં કેરળમાં જન્મેલા નિત્યા રમન છ વર્ષની ઉંમરે અમેરિકા જતાં રહ્યાં હતાં. હવે તેઓ લોસ એન્જલસના મેયરપદની રેસમાં બાસને પાછળ છોડીને અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળની વધુ એક અગ્રણી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યાં છે.



અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ના પક્ષને પરાજયનો સામનો કરવો પડ્યો છે. લોસ એન્જલસ અને વોશિંગ્ટન ડી.સી.માં મેયર પદની ચૂંટણીઓમાં પણ રિપબ્લિકન પાર્ટીને હાર મળી છે. લોસ એન્જલસમાં, ભારતમાં જન્મેલા નિત્યા રામને આ બેઠક જીતી લીધી છે અને તેઓ મેયર બન્યા છે. લોસ એન્જલસ અને વોશિંગ્ટન ડી.સી.માં મળેલી આ હાર પર ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે.વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા, ટ્રમ્પે લોસ એન્જલસ અને વોશિંગ્ટન ડી.સી.માં મેયર પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ્સની જીતનો ઉલ્લેખ કરતા કહ્યું, એવો સમય આવશે જ્યારે લોકો નાખુશ થશે,


અને ત્યારે પરિવર્તન આવશે. પરંતુ દુભર્ગ્યિે, ઘણીવાર આવું ખૂબ મોડું થાય છે. જ્યારે કોઈ શહેર, દેશ કે રાજ્ય એટલી હદે બગડી ગયું હોય છે કે તેને ફરીથી પહેલા જેવું સ્થિતિમાં લાવી શકાતું નથી.ટ્રમ્પે વધુમાં કહ્યું, મેં લોસ એન્જલસની ચૂંટણી જોઈ, અને તે ખરેખર શરમજનક બાબત હતી. મને અપેક્ષા હતી કે સ્પેન્સર પ્રેટ અંતિમ તબક્કા સુધી પહોંચશે. અન્ય લોકો પણ આવું જ માનતા હતા. તમને ખ્યાલ પણ નથી કે આપણી ચૂંટણીઓ કેટલી બેઈમાનીભરી છે. જો તમે ઇતિહાસ પર નજર નાખો, તો આ એક મોટી આપત્તિ સાબિત થશે. હાલમાં હું ન્યૂ યોર્કના એક ખૂબ જ સજ્જન વ્યક્તિ સાથે કામ કરી રહ્યો છું.

અમારી વચ્ચે ખૂબ સારી સમજણ છે. જોઈએ આગળ શું થાય છે. હું ઈચ્છું છું કે ન્યૂ યોર્ક પ્રગતિ કરે, અને આશા છે કે તે કરશે જ.મેયર તરીકે ચૂંટાયા પછી નિત્યાએ પોતાની ખુશી વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા લખ્યું, લોસ એન્જલસ, તમારા આગામી મેયર બનવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. મેં હમણાં જ મેયર બાસ સાથે વાત કરી અને તેમના નેતૃત્વ તથા દાયકાઓની સેવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો. તેમના વિના, લોસ એન્જલસ આજે જેવું છે તેવું ન હોત. હું આ શહેરને પ્રેમ કરું છું અને મને અહીંના લોકોમાં વિશ્વાસ છે. આગળનું કામ મુશ્કેલ હશે, અને પરિવર્તન આવતા સમય લાગશે. પરંતુ આપણે સાથે મળીને એક એવું ભવિષ્ય ઘડીશું જે આપણા આ શહેર જેટલું જ ભવ્ય હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application