લાલ કિલ્લો નહીં પરંતુ ચાંદની ચોક સ્થિત 'લાલ મંદિર'આતંકવાદીઓનું ટાર્ગેટ હતું
લાલ કિલ્લો નહીં પરંતુ ચાંદની ચોક સ્થિત 'લાલ મંદિર'આતંકવાદીઓનું ટાર્ગેટ હતું
September 10, 2026 10:19 AM
ગયા વર્ષે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટ અનુસાર, ગયા વર્ષે 10 નવેમ્બરના રોજ વાહન દ્વારા કરવામાં આવેલા આઈઈડી હુમલાનું લક્ષ્ય મુખ્ય લાલ કિલ્લો નહિ પરંતુ ચાંદની ચોકમાં આવેલ ઐતિહાસિક લાલ મંદિર હતું.જો કે અતિશય ટ્રાફિકના લીધે હુમલાખોરને પોતાનો પ્લાન બદલવો પડ્યો હતો.