સલાયામાં સત્તત બીજા દિવસે એક ઇંચ વરસાદ

  • June 18, 2025 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સલાયામાં મંગળવારે સાંજે એટલેકે બીજે દિવસે પણ સાંજે વરસાદ મનમુકીને વરસ્યો હતો. જેમા પવન સાથે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના લીધે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા.અનેક શેરીઓમાં પાણી ભરાયા હતા.


હાલ સફાઈ બાબતે નગર પાલિકા દ્વારા નક્કર પગલાં નહીં ભરતા ગટરો પણ જામ હોઈ પાણી રોડ ઉપર ભરાઈ ગયા હતા.જેના લીધે અનેક ઘરોમાં વરસાદ અને ગટરના પાણી ઘૂસ્યા હતા.રોડ ઉપર એમને આવતા દિવસોમાં વધુ વરસાદ આવે ત્યારે હજુ પરિસ્થિતિ વણસી શકે છે.
​​​​​​​માટે નગર પાલિકા ચીફ ઑફિસર દ્વારા સફાઈ ઝુંબેશ વધુ ઝડપી કરાઈ તો લોકોને મુશ્કેલીથી બચાવી શકાય એમ છે.નહિતર લોકોને તંત્રના વાંકે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.એક તો વરસાદના છાંટા પડેને લાઈટો ગુલ થઈ જાય છે અને પાણી ભરાતા બને તરફથી લોકો મુશ્કેલીમાં મુકાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application