બગસરાના સાપુર–સુડાવડ રસ્તો ખોદાયા બાદ કામ શરૂ ન થતાં લોકો દ્વારા ચકકાજામ
બગસરાના સાપુર–સુડાવડ રસ્તો ખોદાયા બાદ કામ શરૂ ન થતાં લોકો દ્વારા ચકકાજામ
June 09, 2026 10:31 AM
બગસરાથી સાપર ૬ કિમિનો રોડનું કામ છેલ્લ ા, ૧ વર્ષથી ચાલુ કરેલ પણ હજુ સુધી પુરૂ ના થતા જન આક્રોશ રોડ ચક્કાજામ કરાયો હતો. ધારાસભ્ય જેવી કાકડિયા તથા તંત્રને અનેક વાર રજૂઆત તેણે ધ્યાન ના આપતા લોકો અને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છ. બગસરાથી સાપર સુડાવડ જવાનો રસ્તો છેલ્લ ા એક વર્ષથી બનવાનું ચાલુ છે પરંતુ હજુ સુધી આ કામ ફકત રોડ ખોદેલ પરંતુ નવો બનાવેલ નથી, જેથી આજે જન આક્રોશ જોવા મળ્યો હતો. સાપર અને સુડાવડ ગામનું કાયમી હટાણું બગસરાનું હોવાથી ત્યાંથી આવતા તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કંટાળીને લોકો રોડ ઉપર આવી ગયા હતા અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તત્કાલ રોડ બનાવવામાં આવે નહિ તો અમો આંદોલન કરીશું અને ભવિષ્યમાં આ આંદોલનને વધુ ઉગ્ર રૂપ આપીશું. આ રોડ છેલ્લ ા ૧ વર્ષ કરતા વધારે સમયથી તત્રં દ્રારા તોડી નાખેલ છે. જેની હિસાબે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. જયારે આ ફકત ૬ કિલોમીટર જેટલો જ છે જો તત્રં ધારે તો ફકત એક દિવસમાં જ આ રસ્તો બની શકે, પરંતુ તત્રં દ્રારા જાણે લોકોને પરેશાન કરવાનો ઠેકો રાખ્યો હોઈ તેમ છેલ્લ ા ૧ વર્ષ કરતા વધારે સમયથી આ કામ ખોરંભે ચડેલુ છે. જયારે આ રોડ સાપર અને સુડાવડ જવાનો એક માત્ર રસ્તો છે અને ખેડૂતો ને વાડી એ જવાનો મુખ્ય માર્ગ છે. આ રોડ માટે સાપર ગામના સરપચં દ્રારા અવારનવાર રજુઆત કરેલ છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી થયેલ નહીં. જેથી સાપર ગામના લોકો તેમજ બગસરાના શહેરના ખેડૂતો દ્રારા રોડ બધં કરી ચક્કજામ કરી ત્યાર બાદમાં રામધૂન બોલાવી તત્રં ઘોર નિદ્રા આવી ગયેલ છે તેને જગાડવા પ્રયત્ન લોકો દ્રારા કરવામાં આવ્યો હતો અને હજુ આ કામ ચાલુ કરવામાં નહિ આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી હતી. જયારે આ બાબતે સાપર ગામના સરપચં ધનસુખભાઈ સીલુએ જાણવ્યું હતું કે અમોએ આ બાબતે અનેક વખત ધારાસભ્ય જેવી કાકડિયા તથા તંત્રને રજુઆત કરાતા પરંતુ ધારાસભ્ય જેવી કાકડીયા કે તત્રં દ્રારા એક બે દિવશમાં કામ ચાલુ કરાવીશું, પરંતુ હજુ સુધી કામ ચાલુ કરેલ નથી અને જો હજુ પણ આ કામ ચાલુ નહિ કરવામાં નહિ આવે તો અમો ઉગ્ર આંદોલન કરવામાં આવશે