૨૦ વર્ષ પહેલા જંક્શનમાં ડિમોલિશન કરાયું હતું, અસરગ્રસ્તના વારસદારોને જમીન આપવા દરખાસ્ત
૨૦ વર્ષ પહેલા જંક્શનમાં ડિમોલિશન કરાયું હતું, અસરગ્રસ્તના વારસદારોને જમીન આપવા દરખાસ્ત
January 07, 2026 09:46 AM
રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૩ના જંક્શન વિસ્તારમાં ૨૦૦૬માં ચકચારી ડિમોલિશન થયું હતું જેમાં રેલવે જંક્શન સ્ટેશન સામેની તમામ દુકાનો તોડી પડાઈ હતી ત્યારબાદ ભારે વિવાદ થયો હતો. મેગા ડિમોલિશનના મોટા ભાગના અસરગ્રસ્તોને વૈકલ્પિક જમીન આપવા ઠરાવ થયો હતો પરંતુ બાકી રહેલા બે અસરગ્રસ્તોને હવે વૈકલ્પિક જમીન આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ થઈ છે જે અંગે આવતીકાલે નિર્ણય લેવાશે.
વિશેષમાં દરખાસ્તમાં જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત પ્રભાશંકર ગીરજાશંકર પંડ્યાના વારસદાર દરજ્જે નીરવ રાજેન્દ્રભાઈ પંડ્યાને ૩૪.૮૦ ચોરસ મીટર જમીન અને નારણદાસ તુલસીદાસ રામાણીના વારસદાર દરજ્જે નિલેશ રાજુભાઈ રામાંણી ને ૧૧.૧૫ ચોરસ મીટર જમીન આપવા દરખાસ્ત કરી છે.આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી આ અંગે નિર્ણય લેશે.