ગોંડલ માં ભારે પવન વચ્ચે વરસાદ:જુની કોર્ટ બિલ્ડીંગમાં વૃક્ષ અને બે વિજપોલ ધરાશઇ થયા
ગોંડલ માં ભારે પવન વચ્ચે વરસાદ:જુની કોર્ટ બિલ્ડીંગમાં વૃક્ષ અને બે વિજપોલ ધરાશઇ થયા
September 23, 2026 10:30 AM
ગોંડલ માં ગતસાંજ નાં સુમારે ભારે પવન ફુંકાવો શરુ થયો હતો.વિજળી નાં કડાકા ભડાકા વચ્ચે વરસાદ વરસ્યો હતો. દરમિયાન જુની કોર્ટ બિલ્ડીંગ માં રહેલું સુકાઇ ગયેલુ તોતિંગ વૃક્ષ ધરાશઇ થઈ વિજપોલ પર પડી બાજુ નાં રોડ પર પડતા તાર સહિત બે વિજપોલ ધરાશઇ બન્યા હતાં.જેને કારણે આસપાસ નાં વિસ્તાર માં વિજળી ગુલ થઇ હતી.કોર્ટ બિલ્ડીંગ ની પાળી પર થઈ રોડ પર વૃક્ષ પડ્યુ હોય આઇકોનિક રોડ તરફ નો રસ્તો બંધ થઇ ગયો હતો.બનાવ ની જાણ નગરપાલિકા નાં સેનિટેશન વિભાગ ને થતા તુરંત દોડી આવી વૃક્ષ ને હટાવી રસ્તો પુર્વવત કર્યો હતો.પીજીવીસીએલ સ્ટાફ પણ દોડી આવી મરામત હાથ ધરી હતી. ગોંડલ માં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહયો છે.