મનસે એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ફરી એકવાર ઉત્તર પ્રદેશ અને બિહારનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે હિન્દી ભાષા સામે ચેતવણી આપી છે, અને કહ્યું છે કે તેઓ અન્ય રાજ્યોના ઇમિગ્રન્ટ્સને લાતો મારીને બહાર કાઢી મૂકશે. રાજે તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે એક રેલી યોજી હતી. જેમાં તેમને પોતાના આક્રમક તેવરના દર્શન કરાવ્યા હતા. નોંધનીય છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન 15 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે અને તેના અનુસંધાને આ રેલી યોજવામાં આવી હતી.
રાજે કહ્યું, "યુપી અને બિહારના લોકો તમારે સમજવું જોઈએ કે હિન્દી તમારી ભાષા નથી. મને આ ભાષા પ્રત્યે ધિક્કાર નથી, પણ જો તમે તેને લાદવાનો પ્રયાસ કરશો, તો હું તમને કાઢી મૂકીશ." તેમણે ઉમેર્યું, "તેઓ ચારે બાજુથી મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે અને તમારો હિસ્સો છીનવી રહ્યા છે. જો તમે તમારી જમીન અને ભાષા ગુમાવશો, તો તમે સમાપ્ત થઈ જશો.તેમણે કહ્યું, "મરાઠી લોકો માટે આ છેલ્લી ચૂંટણી છે. જો તમે આજે આ તક ગુમાવશો, તો તમે સમાપ્ત થઈ જશો. મરાઠી અને મહારાષ્ટ્ર માટે એક થાઓ." તેમણે ઉમેર્યું, "મુંબઈ ઘણા લોકોના બલિદાન પછી પ્રાપ્ત થયું હતું. "આપણે તેમને કેવી રીતે જવાબ આપીશું?" તેમણે પક્ષના કાર્યકરોને સૂચનાઓ પણ આપી.તેમણે કહ્યું, "સવારે 6 વાગ્યા માટે તૈનાત બીએલએ તૈયાર રહે. સાવધાન રહો, સતર્ક રહો, બેદરકાર ન બનો. જો કોઈ ફરીથી મતદાન કરવા આવે તો તેમને બહાર કાઢો
ભાજપનું હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ નકલી: ઉદ્ધવ ઠાકરે
રાજ પછી એક રેલીને સંબોધતા, શિવસેનાના વડાએ પ્રશ્ન કર્યો કે શું ભાજપ મુંબઈનું નામ બદલીને "બોમ્બે" રાખવા માંગે છે. તેમણે તમિલનાડુના ભાજપના નેતા કે. અન્નામલાઈની ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો. ચૂંટણી પહેલા ભાજપ પર વિભાજનકારી રાજકારણમાં સામેલ થવાનો આરોપ લગાવતા, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "ભાજપનું હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ નકલી છે." તેમણે ઉમેર્યું, "ભાજપ એક એવી પાર્ટી બની ગઈ છે જે રાષ્ટ્રને પ્રથમ રાખવાને બદલે ભ્રષ્ટાચારને પ્રથમ રાખે છે."