રાજકોટ એસઓજીની ટીમે રેલવે સ્ટેશન બહારથી ગાંજાનો મોટો જથ્થો પકડા બાદ રાજકોટ રેલવે એલસીબીની ટીમે રાજકોટ સ્ટેશન પરથી ૧૮ કિલોથી વધું ગાંજાના જથ્થા સાથે એક શખસને ઝડપી લીધો હતો. પોલીસે .૯.૪૩ લાખનો મુદામાલ કબજે કરી નાસી ગયેલા મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પ્રા વિગતો મુજબ, પશ્ચિમ રેલ્વે ડીઆઇજી કે.એન.ડામોર, રેલ્વે એસપી યશપાલ જગાણીયા, ઈન્ચાર્જ એસપી સી.પી.મુંધવા અને ઈન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ.રાણા દ્રારા યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કેાટીકસ પદાર્થેાનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કેાટીકસ પદાર્થેાનું ખરીદ–વેચાણ કે સેવન કરનારા શખસો વિધ્ધ કડક કાર્યવાહી કરવાની અપાયેલી સુચનાથી અમદાવાદ રેલ્વે એલસીબી પીઆઈ જે.આર.દેસાઇની રાહબરીમાં પીએસઆઇ જે.એમ.પરમાર અને ટીમ રાજકોટ રેલ્વે સ્ટેશન પર આંતર રાજય ટ્રેનો ઉપર સઘન નજર રાખી રહ્યા હતાં. તેવામાં એએસઆઇ રામજીભાઇ, ધર્મેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ હસમુખભાઇને સંયુકત બાતમી મળેલ કે, બે શખ્સો રેલ્વે સ્ટેશન પ્લે.નં.૧ વાંકાનેર તરફના છેડા પાસે શંકાસ્પદવજનદાર ટ્રોલી બેગો સાથે ફરે છે, જે બાતમીના આધારે પોલીસે તેને પકડવા દોટ મુકતા એક શખ્સ નાસી છૂટો હતો. યારે એક શખ્સ ટ્રોલી બેગ સાથે દબોચાયો હતો.
પોલીસે ઝડપાયેલા શખસનુ નામ પૂછતાં પોતાનું નામ કર્મવીર તુલશીદાસ પાટીલ (રહે.ગામ કુસમુસી, સુરજપુર, છતીસગઢ) જણાવ્યું હતું. તેની પાસે રહેલ બંને ટ્રોલી બેગમાં જોતાં તેમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧૮.૪૬૭ કિલો ગ્રામ મળી આવતાં પોલીસે .૯,૨૩,૩૫૦ ગાંજો સહિત .૯.૪૧ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.
પોલીસને જોઈ નાસી છુટેલા શખસનુ હર્ષસિંહ લલકસિંહ (ઉ.વ.૨૫, રહે.ગામ તેદુરા,બાંદા ઉતરપ્રદેશ) સાથે મળી પકડાયેલ કર્મવીર ઓરિસ્સાથી ગાંજો લઈ રાજકોટ પહોંચ્યા હતાં. હાલ પોલીસે પકડાયેલ કર્મવીરના સાત દિવસના રિમાન્ડ મેળવી આ ગાંજાનો જથ્થો કયાં સપ્લાય કરવાનો હતો તે સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ આદરી નાસી છુટેલ શખ્સની શોધખોળ હાથ ધરી છે. આ બંને શખસ ત્રણ મહિના પહેલા છત્તીસગઢમાં પણત્રણ કિલો ગાંજા સાથે પકડાયા બાદ જેલમાંથી છૂટી રાજકોટમાં સપ્લાય કરવાં આવ્યાં હોવાનું પણ સામે આવ્યું છે. જે કામગીરીમાં રાજકોટ રેલ્વે એલસીબી પીએસઆઇ જે.એમ.પરમાર, એએસઆઇ રામજીભાઇ, ધર્મેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, કોન્સ્ટેબલ હસમુખભાઇ, ભુપતભાઇ, દિવ્યરાજસિંહ, જયેશભાઇ અને એસઓજી હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ સાથે રહ્યાં હતાં.